મુખ્યમમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત, સુરક્ષા અન્ય બાબતોની કરી સમીક્ષા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. ત્યારે આ સીરિઝની છેલ્લી મેચ આવતીકાલથી એટલે કે 9 માર્ચથી અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેવાના છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈ આયોજન, સુરક્ષા અન્ય બાબતોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝ ની અંતિમ મેચ નિહાળવા માટે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા આ બંને દેશોના વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચશે. સાંજે 4 વાગ્યે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એરપોર્ટ પર આવશે. ત્યાંથી સીધા તેઓ ગાંધી આશ્રમે જશે, જ્યાં તેઓ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને આશ્રમની મુલાકાત લેશે. રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જશે. ત્યારે ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈ આયોજન, સુરક્ષા અન્ય બાબતોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી માહિતી આપી છે.

આ પણ વાંચો: PMના એક કાર્યક્રમમાં 100 થી 150 કરોડનો ખર્ચ તો ખેડૂતોને કેમ માત્ર 70 કરોડ ? પાલ આંબલિયાનો સવાલ

ADVERTISEMENT

જાણો શું લખ્યું ટ્વિટમાં
ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ-મૈત્રીના 75 વર્ષ નિમિત્તે બંને દેશના પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે અમદાવાદમાં યોજાનાર સમારંભ તથા ટેસ્ટ મેચના સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈ આયોજન, સુરક્ષા, અન્ય બાબતોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT