છોટુ વસાવાએ કહ્યું, દિલ્હીના ટોપીવાળા અમને ટોપી પહેરાવવા આવ્યા હતા, ભાજપ સાથે મનમેળની વકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : ચૂંટણી પહેલા જ આપ અને બીટીપીના ગઠબંધનનું તુટવાની ઘટના સામે આવી છે. જો કે ગઠબંધન તોડ્યા બાદ છોટુ વસાવાએ GUJARAT TAK સાથે ખાસ વાતચીત કરી હતી. વસાવાએ જણાવ્યું કે, દિલ્હીના ટોપીવાળા અમને ટોપી પહેરાવવા માટે આવ્યા હતા. ટોપીવાળા આપના માણસો દેખાતા નથી. અમે પાઘડીવાળા છીએ. નર્મદા જિલ્લામાં આપના ઉમેદવાર તરીકે બીટીપીના તરછોડાયેલા કાર્યકરની જાહેરાતના કારણે તો ગઠબંધન તૂટવા પાછળ જવાબદાર નથીને?

થોડા મહિનાઓ પહેલા તો એક બીજાના વખાણમાં હતા લિપ્ત
થોડા જ મહિનાઓ પહેલા જેના વખાણ કરતા મોં સુકાતું ન હતું તેવી આમ આદમી પાર્ટી હવે બીટીપીને બેવફા લાગવા માંડી છે. ચૂંટણી ટાણે અલગ અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા માટે ટેવાયેલી ભારતીય ટ્રાયબલ પાર્ટીએ આ વખતે મોકા દેખ કર ચોક લગાવવા આપ સાથે ગઠબંધન કર્યું હતું. જો કે આ ગઠબંધન કઈ લાંબુ ચાલ્યું નહિ અને ચૂંટણી પહેલા જ એકમેકને બેવફા ગણાવી ગઠબંધનનો અંત લાવી દીધો.

આમ આદમી પાર્ટી આક્રમક રીતે મહેનત કરતી હતી
આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં પોતાનું આધિપત્ય જમાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટી માટે આગામી વિધાનસભાની ચૂંટણીએ ફાઇનલ પહેલાની નેટ પ્રેક્ટિસ માનવામાં આવે છે. કોંગ્રેસ ગુજરાતમાં કઈ ખાસ કરી શકતી નથી ત્યારે હાલમાં બીજી શક્તિશાળી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થવા આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે. ભલે એ સરકાર બનાવવાના દાવા કરતી હોય પણ ખુદ આપ પણ જાણે છે કે આ ચૂંટણી ખુબ મહત્વની છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવ્યું હતું. અને સાથે મળીને ચૂંટણી લડવા માટેના કોલ આપવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

બીટીપી વારંવાર ગઠબંધન જોડતોડ માટે કુખ્યાત
વાલિયા તાલુકામાં આ માટેની મોટી સભા પણ રાખવામાં આવી હતી. બંનેએ જાણે જન્મો જન્માંતરનો સંબંધ બાંધી લીધો હતો. જો કે બીટીપી તો દર વખતે ચૂંટણીના સમયે જે જે પાર્ટી નવી દમદાર લાગે તેની સાથે આવા સંબંધ બાંધી જ દે છે. પોતાનું રાજકીય કદ વધારવાના પ્રયાસોમાં ગઠબંધનની મોટા પાયે જાહેરાતો કરી દીધા બાદ ખ્યાલ આવે છે કે જેની સાથે હાથ મિલાવ્યો એ તો લાયક નથી. આ વખતે પણ એમ જ થયું. આમ આદમી પાર્ટી સાથે હવે છુટા છેડા લેવાનું બીટીપીએ નક્કી કરી લીધું છે. બીટીપીના આગેવાન અને ઝગડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે હવે ટોપીઓ વાળા આપણા માણસો હવે દેખાતા નથી.

આમ આદમી પાર્ટી કાર્યકરો બીટીપીનું નથી માનતા
આપના માણસો બિટીપીનું કહેલું માનતા નથી. જેથી હવે આપ અને બીટીપી વચ્ચે કોઈ ગઠબંધન નથી. જો કે અંતરંગ વર્તુળોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીએ હાલમાં જ ત્રીજી યાદી જાહેર કરી હતી. જેમાં નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક ઉપર પ્રફુલ્લ વસાવાના નામની જાહેરાત કરી હતી. તેઓ પ્રોફેસર હતા, સાથે સાથે તેઓની બીટીપીમાંથી થોડા વર્ષ અગાઉ હકાલપટ્ટી કરવામાં આવી હતી. નાંદોદ બેઠક ઉપર તેઓની નિમણુંકને લઈને પણ ખટપટ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય બિટીપી સાથે ગઠબંધનની વાત થયા બાદ ટિકિટ માટે કોઈ વાત થયા વગર આપ ઉમેદવારના નામ ઘોષણા કરી રહી હતી. આપ સાથે બિટીપીનું મર્જ કરવામાં આવે તેવું આમ કરી રહી હોવાની આક્ષેપ છોટુ વસાવાએ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT