છોટા ઉદેપુરમાં મહિલા TRBના પ્રેમમાં પડેલા ASIએ પત્નીનું ગળું કાપી નાખ્યું, જંગલમાંથી મળી લાશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Police Husband Kills Wife: છોટા ઉદેપુરમાં “પતિ-પત્ની ઔર વો”નો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસકર્મી દ્વારા જ પત્નીનું ગળું કાપીને લાશને જંગલમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસમાં ASI પોલીસકર્મીને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી હત્યા કર્યાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાના ભાઈએ પોલીસમાં ફરજ બજાવતા બનેવી સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

પત્નીના ભાઈ સમક્ષ કરી હત્યાની કબૂલાત

વિગતો મુજબ, છોટા ઉદેપુરના ગોંદરિયા ગામની સીમમાં એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની ઓળખ માટે ફોટો વાઈરલ કરાયા હતા. જેમાં તે પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI વરશન રાઠવાની પત્ની હોવાનું ખૂલ્યું હતું. આથી પોલીસે ASI પતિની પૂછપરછ કરી હતી. જેમાં માલુમ પડ્યું કે, મૃતક મહિલાના ભાઈ સાથે ફોન પર વાત કરતા દરમિયાન પતિએ હત્યાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.

મહિલા TRB સાથે હતો પ્રેમ સંબંધ

હત્યા પાછળનું કારણ એવું છે કે, છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI વરશન રાઠવાને એક મહિલા TRB સાથે પ્રેમ સંબંધો હતા. પોલીસકર્મી બંને સંતાનોને પણ પ્રેમિકા સાથે રાખતો હતો. જેના કારણે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પત્ની નડતર રૂપ બનતી હોવાથી ગળાના ભાગે છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરીને લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી. હાલમાં આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરીને તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT