પોલીસ જ બની બુટલેગર! છોટા ઉદેપુરમાં દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મીને પોલીસે જ પકડ્યો
Chhota Udepur News: રાજ્યમાં દારૂબંધીના કડક દાવા વચ્ચે હવે ખુદ પોલીસકર્મીઓ જ દારૂની હેરાફેરી કરતા પકડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ મહિસાગરના બાકોરમાં જપ્તિનો…
ADVERTISEMENT
Chhota Udepur News: રાજ્યમાં દારૂબંધીના કડક દાવા વચ્ચે હવે ખુદ પોલીસકર્મીઓ જ દારૂની હેરાફેરી કરતા પકડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ મહિસાગરના બાકોરમાં જપ્તિનો દારૂ ખુદ પોલીસ કર્મચારીઓએ ચોરી કર્યાનું સામે આવ્યું હતું. હવે આ વચ્ચે છોટા ઉદેપુરના નસવાડીમાં પોલીસ જ બુટલેગર બનીને દારૂની હેરાફેરી કરતી હોવાનું સામે આવ્યું છે. ખુદ પોલીસે જ પોલીસને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે.
બુટલેગર સાથે પોલીસકર્મીએ દારૂની હેરાફેરી કરી
વિગતો મુજબ, છોટા ઉદેપુરના નસવાડીમાં પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતા બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ વિશે તપાસ કરતા વિદેશી દારૂની હેરાફેરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ નડિયાદ SRP ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહિપાલ સિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે. પોલીસકર્મી સાથે બુટલેગર દીપકસિંહ સોલંકી હતો, તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કારમાંથી 1 લાખથી વધુનો દારૂ મળ્યો
પોલીસને કારમાંથી રૂ. 1 લાખની કિંમતની દારૂની 238 બોટલ મળી આવી હતી. જે બાદ પોલીસે પોલીસ કોન્સ્ટેબલ તથા તેની સાથે રહેલા બુટલેગરની ધરપકડ કરી હતી અને રૂ.4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. ખુદ પોલીસકર્મી જ દારૂ સાથે પકડાતા પોલીસ બેડામાં પણ ભળભળાટ મચી ગયો છે.
(ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, છોટા ઉદેપુર)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT