Chhota Udaipur : એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓ ઝડપાઈ, હેરાફેરી માટે ગજબનો દિમાગ લગાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Chhota Udaipur news : રાજ્યમાં અવારનવાર દારૂની હેરફેર કરવા બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવવામાં આવે છે. અનેક વખત ખૂબ જ ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવતી હોય છે, જેના દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે. હાલમાં એક આવી જ ઘટના છોટાઉદેપુરથી સામે આવી છે.જ્યાં બે મહિલાઓ દ્વારા એકદમ ફિલ્મી ઢબે દારૂની હેરફેર કરવાનો પ્રસાશ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ તેને પકડી પાડી હતી.

આ રીતે દારૂની હેરાફેરી કરતી હતી

છોટાઉદેપુરમાં બે મહિલાઓ દ્વારા છોટાઉદેપુર-જૂનાગઢ એસ.ટી. બસનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતી હતી. બોડેલી એસ.ટી. ડેપોમાં બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. મહિલાઓ બસમાં મુસાફરી દરમિયાન સ્કૂલ બેગ તેમજ થેલીનો ઉપયોગ કરીને દારૂઓની હેરફેર કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે 40 હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલાઓની ધરપકડ કરી છે.

નડિયાદ પોલીસે 58 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

નડિયાદ પાસે ચકલાસી પોલીસે પણ મોટી માત્રામાં દારૂ પકડી પાડ્યો હતો. અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ખોટી નંબર પ્લેટ લગાવી ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે રૂપિયા લગભગ 58 લાખનો વિદેશી દારૂ સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રક માલિક, દારૂનો જથ્થો સપ્લાય કરનાર, મદદગારી કરનાર, આ દારૂનો જથ્થો મંગાવનાર સહિત અન્ય એક ઈસમ મળી કુલ 6 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT