છોટા ઉદેપુરઃ ખેતરમાં દેખાયો દીપડો, ઈન્જેક્શન મારી કરાયું રેસ્ક્યૂ- જુઓ Video

ADVERTISEMENT

chhota udaipur, Narmada, video, leopard video
chhota udaipur, Narmada, video, leopard video
social share
google news

નર્મદાઃ છોટા ઉદેપુરના બરોજ ગામે દીપડાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બરોજ ગામના એક ખેતરમાં દીપડો દેખાતા તેને પકડવા માટે વન વિભાગને જાણ કવરામાં આવી હતી. દીપડો ગામમાં છૂટો ધોળા દિવસે ફરી રહ્યો હોવાની વિગતો મળતા જ તંત્ર સફાળું જાગ્યું હતું. તંત્રએ તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને ઈન્જેક્શન બંદૂક ચલાવીને તેને પકડી પાડ્યો હતો.

મારી ભત્રીજી સગીર નથી, પહેલવાનો પોતાના સ્વાર્થ માટે દુરૂપયોગ કરી રહ્યા છે

દીપડાને સારવાર આપી જંગલમાં છોડાશે
છોટાઉદેપુરના બરોજ ગામે દીપડાનું રેસ્ક્યૂ કરવા માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ખેતરમાં દીપડો દેખા દેતા ગામના લોકોએ આ જાણકારી વન વિભાગને આપી હતી. વન વિભાગ દ્વારા ટ્રેનક્યુલાઈઝ કરી દીપડાને પાંજરે પુરી દીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો નાદુરસ્ત છે. જેથી તેની સારવાર બાદ તેને જંગલમાં છોડી દેવાશે.

(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT