છોટા ઉદેપુરમાં સરકારી બાબુને મહિને 50 હજારનો પગાર પણ ઓછો પડ્યો, કચેરીમાં 2 લાખ લેતા ઝડપાયા
નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: રાજ્યમાં એક બાદ એક લાંચિયા અધિકારીઓનો ભાંડો ફૂટી રહ્યો છે. તાજેતરમાં રાજકોટમાં લાખોની લાંચ લેતા કેન્દ્રિય અધિકારી પકડાયા હતા. ત્યારે હવે છોટા…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: રાજ્યમાં એક બાદ એક લાંચિયા અધિકારીઓનો ભાંડો ફૂટી રહ્યો છે. તાજેતરમાં રાજકોટમાં લાખોની લાંચ લેતા કેન્દ્રિય અધિકારી પકડાયા હતા. ત્યારે હવે છોટા ઉદેપુરમાં માર્ગ અને મકાન વિભાગનો અધિક મદદનીશ ઈજનેર લાખોની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરોએ રંગેહાથ ઝડપી લીધો હતો. ક્લાસ-3 કક્ષાના અધિકારીનો મહિને પગાર 50 હજારથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે, છતાં લાંચ માગતા સરકારી વર્તુળોમાં ચર્ચાનો કિસ્સો બન્યા છે.
પુલ બનાવ્યાનું બિલ પાસ કરવા પૈસા માગ્યા
વિગતો મુજબ, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેન(નાનો પુલ)નું કામ ફરિયાદીએ પૂર્ણ કર્યું હતું. જેના બિલના એક કરોડ 20 લાખ મંજુર થયા હતા. ત્યારે બિલની રકમ ચૂકવવા માટે 10 % લેખે 10 લાખની માંગણી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નસવાડી ફરજ બજાવતા અધિક મદદનીશ ઈજનેર હરિશ સરદાર ચૌધરીએ કરી હતી. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા ન માગતા હોવાથી તેમણે ACBને આ અંગે જાણ કરી હતી.
ACBએ રંગેહાથ લાંચે લેતા ઝડપી લીધા
જે પૈકી અગાઉ બે લાખ રૂપિયા ફરિયાદીએ ઈજનેરને આપ્યા હતા અને બીજા રૂપિયાની અવાર નવાર ઓફિસે બોલાવી માંગણી કરતા વાયદો કરી બે લાખ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. જે નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ લાંચના છટકાની ટ્રેપ ગોઠવી હતી. સરકારી ઈજનેરે ફરીયાદી સાથે પોતાની ઓફિસમાં વાતચીત કરી અને બે લાખની લાંચની માંગણી કરી હતી, જે સ્વીકારતા તેઓ સ્થળ ઉપર જ પકડાઈ ગયા હતા. આ બાબતે છોટાઉદેપુર ખાતે ACBએ ગુનો રજીસ્ટર કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT