74 વર્ષ બાદ ભારત પરત ફરશે ચિત્તા, વડાપ્રધાન કરશે સ્વાગત
નવી દિલ્હી: આઝાદી પછી ભારતે સૌપ્રથમ જે વસ્તુ ગુમાવી તે જંગલનો યુસૈન બોલ્ટ ‘ચિતા’ હતો. ભારતમાં ચિત્તો છેલ્લે વર્ષ 1948મા જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને…
ADVERTISEMENT
નવી દિલ્હી: આઝાદી પછી ભારતે સૌપ્રથમ જે વસ્તુ ગુમાવી તે જંગલનો યુસૈન બોલ્ટ ‘ચિતા’ હતો. ભારતમાં ચિત્તો છેલ્લે વર્ષ 1948મા જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 74 વર્ષ બાદ ચિતા ફરી ભારતની ધરતી પર પગ મુકવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરની ખાસ વાત એ છે કે આ દિવસે એટલે કે આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72 મો જન્મદિવસ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓનું સ્વાગત કરવા પહોંચશે. આ પાર્કમાં નામીબીયાથી લાવવામાં આવતા 8 ચિત્તા રાખવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલયથી જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9.20 કલાકે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. આ પછી તેઓ શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્ક જવા રવાના થશે. આ અંતર લગભગ 165 કિલોમીટર છે. આ પછી, તે સવારે લગભગ 10.30 વાગ્યે ચિતાઓને છોડવાના પ્રથમ સ્થળ પર પહોંચશે અને બીજા સ્થળે સવારે 10.45 વાગ્યે ચિત્તાઓને છોડશે.
ચિત્તાઓને મુક્ત કરશે વડાપ્રધાન
નામિબિયાથી આવતા ચિત્તાઓમાં 5 માદા અને 3 નર છે. આ ચિતાઓ ખાસ જમ્બો જેટ પહેલા સવારે 6 વાગ્યે ગ્વાલિયર પહોંચશે. જે બાદ વાયુસેનાના હેલિકોપ્ટર તેમને કુનો નેશનલ પાર્કમાં લાવશે. આ ચિત્તાઓને શરૂઆતમાં ખાસ ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તેમને થોડા સમય માટે આ એન્ક્લોઝરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે, ત્યારબાદ તેમને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે. વડાપ્રધાન મોદી પિંજરાના દરવાજા ખોલી આ ચિત્તાઓને આ એન્ક્લોઝરમાં છોડાવવા જઈ રહ્યા છે. ચિત્તાઓને મુક્ત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
ADVERTISEMENT
પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદરૂપ
ચિત્તાઓને ભારતમાં લાવવા અંગે, વડાપ્રધાન કાર્યાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ભારતના વન્યજીવનને પુનર્જીવિત કરવા અને વિવિધતા લાવવાના વડાપ્રધાન મોદીના પ્રયાસોનો એક ભાગ છે. પ્રોજેક્ટ ચિતા, જે ચિત્તાઓને ભારતમાં પરત લાવ્યો, તે વિશ્વના સૌથી મોટા વન્યજીવન ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ્સમાંનો એક છે. ચિત્તાઓનું ભારતમાં પરત આવવાથી ઘાસના મેદાનો અને ખુલ્લા જંગલોમાં પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ મળશે. સાથે જ તે જૈવવિવિધતાને પણ સાચવશે.
વડાપ્રધાન ‘ચિતા મિત્ર’ને મળશે
ADVERTISEMENT
નેશનલ પાર્કની આસપાસ રહેતા લોકો ચિત્તાઓથી ડરીને તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે તે માટે સરકારે ‘ચિતા મિત્ર’ પણ બનાવ્યા છે. પોતાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી આ ચિતા મિત્રોને મળશે. સરકારે 90 ગામના 457 લોકોને ચિતા મિત્ર બનાવ્યા છે. તેમાં સૌથી મોટું નામ રમેશ સિકરવારનું છે. પહેલા તે ડાકુ હતો અને હવે તેણે ચિતાઓની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT