ચારણ-આહીર જ્ઞાતિ વિવાદ: રાજભા ગઢવીએ સમાજના સંબંધો વિશે કરી વાત
હાલ આહીર-ચારણ સમાજ વચ્ચે એક વિશાળ વિવાદ પેદા થયો છે. ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ચારણ સમાજ અને તેમના માતાજી વિશે અભદ્ર ટિપ્પણીઓ...
ADVERTISEMENT
Gigabhai Ahir Bhasan No Virodh: ગુજરાતમાં હાલ એક મહાવિવાદ શરૂ થયો છે. આહીર સમાજ અને ચારણ સમાજ વિશે મહા વિવાદ શરૂ થયો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. જેના કારણે હાલ તો બંન્ને સમાજો વચ્ચે વૈમનસ્વ ફેલાયું હતું.
ચારણો દ્વારા સમાજને લૂંટાતા હોવાના ગંભીર આક્ષેપ
આહીર અગ્રણી દ્વારા ચારણ સમાજ દ્વારા ખોટા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાનો તથા સમાજમાં તડા પડાવતા હોવાનો દાવો કર્યો હતો. ચારણોથી હંમેશા દુર રહેવું નહી તો તમે ભિખારી થઇ જશો તેવું નિવેદન આપ્યું હતું. ચારણને ઘરે પણ ન ઘુસવા દેવા જોઇએ તેવો દાવો કર્યો હતો. આ ઉપરાંત ચારણોના માતા માં સોનબાઇ માં વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. આહીર સમાજના પુજ્ય દેવાયત બોદલના દિકરાની હત્યા પણ ચારણોએ કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેના કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજભા ગઢવીએ ચારણ સમાજના ઇતિહાસની વાત કરી
હવે રાજભા ગઢવીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. રાજભા ગઢવીએ ચારણોનો ઇતિહાસની વાત કરતા કહ્યું કે, સમગ્ર સમાજનું, સોનબાઇ માતાજીનું અપમાન કરનાર વ્યક્તિને પહેલા ચારણ સમાજની કન્યાઓ વિશે તેના પરાક્રમ વિશે જાણવું જોઈએ. બીજી એક વાત કરતા તેમણે એવી પણ વાત કરી કે કોઈ સમાજનો એક માણસ કોઈ ખરાબ બોલે તો સમાજના અગ્રણીઓ અને તમામ સમજદાર લોકોને આ સમયે કઈ ન બોલવાની સલાહ આપી.
ADVERTISEMENT
બીજી વાતમાં તેમણે ચારણ અને આહીર સમાજના સંબંધો વિશેની વાત કરી અને રાજભા ગઢવીએ સમાજના વડીલોને જે તે વ્યક્તિએ કરેલી ભૂલનો અહેસાસ કરવા અને માફી માંગવાની વાત કરી.
ADVERTISEMENT