ચારણ-આહીર જ્ઞાતિ વિવાદ: હકાભા ગઢવીએ કર્યો અન્ન-જળનો ત્યાગ
હાલ આહીર-ચારણ સમાજ વચ્ચે એક વિશાળ વિવાદ પેદા થયો છે. ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ચારણ સમાજ અને તેમના માતાજી વિશે અભદ્ર ટિપ્પણીઓ કરતા હાલ સમગ્ર મામલો ખુબ જ વિવાદિત બન્યો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
હકાભા ગઢવીએ ચારણ સમાજને જાગૃત થવા કરી હાંકલ
હકાભાએ કહ્યું ચારણ સમાજે હવે કોના ડાયરા કરવા તે સમજવું જરૂરી
આહીર સમાજને પણ ટકોર કરતા કહી મહત્વની વાત
અમદાવાદ : ગુજરાતમાં હાલ એક મહાવિવાદ શરૂ થયો છે. આહીર સમાજ અને ચારણ સમાજ વિશે મહા વિવાદ શરૂ થયો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. જેના કારણે હાલ તો બંન્ને સમાજો વચ્ચે વૈમનસ્વ ફેલાયું હતું.
ચારણો દ્વારા સમાજને લૂંટાતા હોવાના ગંભીર આક્ષેપ
આહીર અગ્રણી દ્વારા ચારણ સમાજ દ્વારા ખોટા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાનો તથા સમાજમાં તડા પડાવતા હોવાનો દાવો કર્યો હતો. ચારણોથી હંમેશા દુર રહેવું નહી તો તમે ભિખારી થઇ જશો તેવું નિવેદન આપ્યું હતું. ચારણને ઘરે પણ ન ઘુસવા દેવા જોઇએ તેવો દાવો કર્યો હતો. આ ઉપરાંત ચારણોના માતા માં સોનબાઇ માં વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. આહીર સમાજના પુજ્ય દેવાયત બોદલના દિકરાની હત્યા પણ ચારણોએ કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેના કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હકાભાએ તળાજાનો ત્યાગ કર્યો
હવે આ અંગે હકાભા ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી. હકાભા ગઢવીએ જણાવ્યું કે, ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરૂ છું. ક્યારે પણ તળાજાનું પાણી પણ નહી પીઉ અને ક્યારે પણ તળાજામાં કાર્યક્રમ નહી કરૂ તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આહિર જ્ઞાતિના સમુહ લગ્ન હતા તેમાં ગીગા ભમ્મર નામનો વ્યક્તિ મનફાવે તેવું નિવેદન આપી રહ્યા છે. તો કોઇ આહિર જ્ઞાતિના વ્યક્તિએ તેને અટકાવ્યા કેમ નહી તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો.હાલ તો સમગ્ર મામલો ઉકળતા ચરૂ જેવો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT