ચાણસ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર-એન્જિનિયર રૂ.70 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Patan News: ચાણસ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂપિયા 70 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. ચાણસ્મા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સરકારી કામોનું થર્ડ…
ADVERTISEMENT
Patan News: ચાણસ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂપિયા 70 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. ચાણસ્મા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સરકારી કામોનું થર્ડ પાર્ટી ઈસ્પેકશન કરાયું હતું, જેના બીલની ચૂકવણી માટે ચીફ ઓફિસરે રૂ.70 હજાર માગ્યા હતા. જોકે લાંચ ન આપવા હોવાથી ફરિયાદીએ ACB ને જાણ કરી હતી. જેમાં ચીફ ઓફિસર સંજય પટેલ વતી ઈજનેર મનીષ દેસાઈ લાંચ લેતા પકડાયા હતા.
ચીફ ઓફિસર પર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ
લાંચીયા ચીફ ઓફિસર સંજય પટેલ અગાઉ સિધ્ધપુર નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ છે અને સિદ્ધપુર ખાતે પણ તેમણે વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તેથી એકવાર રાધનપુર ખાતે બદલી પણ કરવામાં આવી હતી. જ્યારે આ ચીફ ઓફિસર સંજય પટેલે બદલી રદ્દ પણ કરાવી હતી. તે સમય પણ લોકોમાં ચર્ચાઓ જોર પકડ્યું હતું કે સંજય પટેલના ઉચ્ચ અધિકારીઓ સાથે સારું સેટિંગ હોવાથી તેમની બદલી રદ્દ કરી છે.
સિદ્ધપુરમાં પાઈપલાઈનમાં માનવ અંગો મળતા બદલી થઈ હતી
સિદ્ધપુરના પાણીની પાઇપલાઇનમાંથી નીકળેલ માનવ અંગો વાળા બહુચર્ચીત લવીના પ્રકરણમાં પણ ચીફ ઓફિસર સંજય પટેલની બેદરકારીની ચર્ચા ચકડોળે ચડી હતી. તેથી લોકોની રજૂઆતોને કારણે તેમની બદલી સિદ્ધપુરથી ચાણસ્મા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
લોક મુખે ચર્ચા થાય છે કે આ અધિકારી લાંચમાં ઝડપાયો હોય તો તે અનેક નગરપાલિકામાં ફરજ બજાવી ચૂક્યા છે. ત્યાંના કરેલા કૌભાંડોની તપાસ થવી જોઈએ અને તેમની સાથે કોઈ અન્ય કર્મચારીઓએ પણ રહીને ભ્રષ્ટાચારો કર્યા હોય તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને તેમની સંપત્તિની પણ તપાસ થવી જોઈએ.
(વિપિન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT