અમૂલ ડેરીમાં સત્તા પરિવર્તન: ચેરમન પદે વિપુલ પટેલની વરણી તો વાઇસ ચેરમેનના પદ પર કાંતિભાઈ સોઢા પરમારની વરણી
હેતાલી શાહ, ખેડા: જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીમાં આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજઇ હતી. જેને લઈ ચરોતર પંથકનું રાજકારણ ગરમાયુ છે. અમૂલ…
ADVERTISEMENT
હેતાલી શાહ, ખેડા: જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીમાં આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજઇ હતી. જેને લઈ ચરોતર પંથકનું રાજકારણ ગરમાયુ છે. અમૂલ પર કોંગ્રેસનું સાશન ખતમ થયું છે અને ભાજપના હાથમાં સત્તા પહોંચી છે. ત્યારે વિપુલ પટેલની ચેરમેન તરીકે અને કાંતિ સોઢા પરમારની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.
અમૂલ ડેરીમાં અત્યાર સુધી રામસિંહ પરમારનું એકચક્રી શાસન રહ્યું છે. પંરતુ હાલ આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત 5 કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની બહુમતી થઈ છે. આ અંતર્ગત ભાજપ પ્રદેશ નિરીક્ષક એમ.એસ.પટેલની હાજરીમાં આણંદ સર્કિટ હાઉસમાં બેઠક થઇ છે.
અમૂલ ડેરીના હોદ્દેદારોની નિમણૂંક
વિપુલ પટેલ બન્યા અમૂલ ડેરીના ચેરમેન
કાંતિ સોઢા પરમાર અમૂલ ડેરીના વાઈસ ચેરમેન#Amul #Gujarat
— Gujarat Tak (@GujaratTak) February 14, 2023
ADVERTISEMENT
6 દાયકાથી હતું કોંગ્રેસનું શાસન
અમુલમાં 6 દાયકાથી કોંગ્રેસનું એક હથ્થું શાસન હતું. વર્ષ 2020 માં અમુલ નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી. 2020 માં કોંગ્રેસના 7 જ્યારે ભાજપના 5 ડિરેક્ટરોનો વિજય થયો હતો.
સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી
થોડા દિવસ પહેલા અમૂલ ડેરીના MD પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આર એસ સોઢી 2010થી અમૂલના એમડી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. ઘણા અપકમિંગ પ્રોજેક્ટમાં પણ તેમની મહત્વની જવાબદારી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT