Gandhinagar News: ચૂંટણી પૂરી વિસ્તરણ શરૂ, રાજ્યમાં નવા મંત્રીમંડળને લઈ ચર્ચા તેજ, મોઢવાડિયા-ચાવડાની એન્ટ્રી નક્કી!

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Gandhinagar News: લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતના મંત્રીમંડળને લઈ નવાજૂનીના એંધાણ છે. આજ રોજ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી સહિત 200 કાર્યકરોની બેઠક છે. પેટાચૂંટણી બાદ હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે નેતાઓ અર્જુન મોઢવાડીયા અને સી. જે. ચાવડા વિજેતા બનતા તેમને હવે મંત્રી બનાવવા ગતિવિધિઓ તેજ બની છે. ભાજપના વર્તુળમાં સાંભળવા મળતી ચર્ચાઓ અનુસાર, આ બંને નેતા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે  મંત્રીપદનું કમિટમેન્ટ કરેલું હતું. તેમની સાથે ભાજપના બીજા પાંચ જેટલા  ધારાસભ્યોને પણ મંત્રી પદ મળી શકે છે. આવતા મહિને એટલે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે તેવી જાણકારી મળી રહી છે.

કોંગ્રેસ છોડવાથી બે નેતાઓની લાગશે લોટરી

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં માત્ર 16 મંત્રીઓ છે, જેના કારણે અનેક મંત્રીઓ એવા છે જેની પાસે એકકરતાં વધુ મહત્વના વિભાગો છે. પરંતુ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલ બે નેતાઓને મંત્રી મંડળના વિસ્તરણથી મંત્રી પદ મળી શકે છે. જેમાં પોરબંદરથી જીતેલા સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા કે જેને કેબિનેટ વિભાગમાં સ્થાન મળી શકે છે જ્યારે વિજાપુરથી જીતેલા સી. જે. ચાવડાને રાજ્યકક્ષાના મંત્રી બનાવી શકે છે. 

Gandhinagar News: વાલીઓનો હવે આટલો ખર્ચો બચી જશે! રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી!

ભાજપના સૂત્રોનું માનીએ તો આગામી જુલાઇ માસના પ્રથમ સપ્તાહમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. જો વિસ્તરણ થાય છે તો ભાજપના પાંચ જેટલા ધારાસભ્યોને પણ મંત્રી પદની લોટરી લાગશે તેવી પણ વાત વહેતી થઈ છે. કારણ કે ડિસેમ્બર-2022માં જ્યારે ગુજરાત સરકારની રચના થઈ ત્યારે જ કેટલાક ધારાસભ્યો એવા હતા જેઓ મંત્રી પદને લાયક પણ હતા અને દાવેદાર પણ હતા. આમ છતાં તેમને મંત્રી પદથી વંચિત રહેવું પડ્યું હતું. તેમની નારાજગી પણ અંદરખાને જોવા મળી રહી છે. આથી તેવા ધારાસભ્યોને શાંત કરવા મંત્રી પદ આપવું જરૂરી છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT