ગુજરાતઃ રક્ષાબંધન નિમિતે ચંદ્રયાન, મોદી, યોગી અને લેબ્રોન ડાયમંડથી બનેલી રાખડીઓ આવી બજારમાં
સંજયસિંહ રાઠોડ.સુરતઃ હાલમાં જ ભારત ચંદ્રયાન 3ને મળેલી સફળતાને લઈને ગર્વથી વિશ્વમાં છવાયું છે ઉપરાંત રક્ષાબંધનનો તહેવાર પણ નજીક છે. જેને લઈને બજારોમાં રક્ષાબંધનમાં જેમ…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ હાલમાં જ ભારત ચંદ્રયાન 3ને મળેલી સફળતાને લઈને ગર્વથી વિશ્વમાં છવાયું છે ઉપરાંત રક્ષાબંધનનો તહેવાર પણ નજીક છે. જેને લઈને બજારોમાં રક્ષાબંધનમાં જેમ દર વર્ષે અલગ અલગ પ્રકારની રાખડીઓએ આકર્ષણ ઊભું કરતી હોય છે. તેમ હવે બજારમાં ચંદ્રયાનની રાખડી પણ ધૂમ મચાવી રહી છે. આ ઉપરાંત રાજકીય નેતાઓમાં મોદી, યોગી ઉપરાંત ધંધાકિય ક્ષેત્રમાં લેબ્રોન ડાયમંડથી બનેલી રાખડીઓ છવાઈ ગયા છે.
ચંદ્રયાનના ચિત્ર સાથેના ચાંદિના સિક્કા પણ બહેનને ભેટ માટે
રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આવી સ્થિતિમાં રાખડીઓનું બજાર શરૂ થઈ ગયું છે. ડાયમંડ સિટી સુરતમાં વિવિધ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી, સુરતના એક ઝવેરીએ માત્ર સોના અને ચાંદીની રાખડીઓ જ નહીં, પણ ચંદ્રયાનના ચિત્ર સાથે ચાંદીના સિક્કા પણ તૈયાર કર્યા છે.
ADVERTISEMENT
ગુજરાત સરકારે રખડતા ઢોરોને લઈ માર્ગદર્શિકા કરી જાહેરઃ રજીસ્ટ્રેશન ફરજિયાત
વિવિધ પ્રકારની રાખડીઓનું આકર્ષણ
ગ્રાહકોની માંગ પર ઝવેરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરો સાથે રાખડીઓ પણ તૈયાર કરી છે. ગુજરાતના સુરત શહેરમાં વર્ષોથી હીરાનો ધંધો ચાલે છે, તેથી તેને ડાયમંડ સિટી પણ કહેવામાં આવે છે. રિયલ ડાયમંડનો વેપાર કરતા સુરત શહેરમાં હવે લેબમાં તૈયાર હીરા થયેલા હીરાની જ્વેલરી પણ માર્કેટમાં આવી ગઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
500થી લઈ 5 લાખની રાખડીઓ
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિની પત્નીને લેબમાં ઉગાડેલા હીરાની ભેટ આપી ત્યારે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ હતી. આ લેબ્રોન હીરાથી બનેલી રાખડીઓ ભાઈઓના કાંડા ઉપર બેહનો બાંધશે. સુરતમાં રક્ષાબંધન માટે રિયલ ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર અને લેબ્રોન ડાયમંડની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જ્વેલર્સ દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ રૂ.500 થી રૂ.5 લાખની કિંમતની રેન્જમાં ઉપલબ્ધ છે.
ADVERTISEMENT