ગુજરાતમાં હવે યુવાનોમાં પણ ફેલાઈ રહ્યો છે ચાંદીપુરા વાયરસ? પહેલીવાર 18 વર્ષના યુવકમાં જોવા મળ્યા લક્ષણો

ADVERTISEMENT

Rajkot News
ચાંદીપુરા વાયરસનો વધ્યો કહેર
social share
google news

Rajkot News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 130 કેસ નોંધાયા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આજે વધુ 4 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. અહીં ચોંકાવારી બાબત તો એ છે કે આ 4 શંકાસ્પદ દર્દીઓમાંથી એકની ઉંમર 18 વર્ષ છે. એક 18 વર્ષના યુવકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા ખળભળાટ મચી ગયો છે અને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. જોકે, યુવકના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત જાણવા મળશે. 

18 વર્ષીય યુવકમાં જોવા મળ્યા લક્ષણો

મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના વાંકાનેરના 18 વર્ષીય યુવકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા હતા. જે બાદ યુવક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જે બાદ યુવકની સારવાર શરૂ કરીને તેના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ યુવકને હાલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. તેને આ લક્ષણો કેવી રીતે આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. 

10 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટમાં હાલ 8 શંકાસ્પદ અને 2 પોઝિટિવ કેસ સહિત કુલ 10 દર્દીઓ જનાના હોસ્પિટલમાં ચાંદીપુરાનાં ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે. આ પૈકી મોટાભાગના દર્દીઓની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, એક બાળકી વેન્ટિલેટર હોવાનું સામે આવ્યું છે. 

ADVERTISEMENT


શું છે ચાંદીપુરા વાયરસ? 

- ચાંદીપુરા વાયરસ સામાન્યપણે વરસાદની સિઝનમાં જોવા મળતો રોગ છે.
- જે રેત માંખ કરડવાથી થાય છે. તે RNA વાયરસ છે.
- આ વાયરસ માદા ફ્લેબોટોમાઈન ફ્લાય, સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાના કારણે ફેલાય છે.
- મચ્છરોમાં એડીસ મચ્છર તેના માટે જવાબદાર છે. તેનો મૃત્યુદર પણ સૌથી વધુ છે.
- ભેજયુક્ત વાતાવરણમાં વાયરસ ફેલાય છે.
ગ્રામ્ય વિસ્તારમાં વાયરસ વધુ ફેલાય છે.
- માખી-મચ્છરના કારણે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે.
- 14 વર્ષ સુધીના બાળકોમાં ચેપ ફેલાઈ શકે છે.
- પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છે.

કેટલો ખતરનાક અને શું છે લક્ષણો?

એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. આ એક આરએનએ વાઈરસ છે. ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવે છે. ચાંદીપુરા વાયરસની સારવાર માટે કોઈ એન્ટી વાયરસ દવા બની નથી. આ વાયરસ સીધો મગજ પર અસર કરે છે. આ વાયરસનો મૃત્યુદર 75 ટકા સુધીનો છે.

ADVERTISEMENT

લક્ષણો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓને જોરદાર તાવ આવે છે. તો ઉલ્ટી-ઝાડા, બેભાન થવું, માથાનો દુખાવો અને ખેંચ આવવી વગેરેનો સમાવેશ થાય છે. 

ADVERTISEMENT

ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાય 

- કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ
- માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો
- બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
- રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો
- મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે

    follow whatsapp

    ADVERTISEMENT