ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

ADVERTISEMENT

chandipura viras
ચાંદીપુરા વાયરસ
social share
google news

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને એક બાદ એક બાળકોના મોતને ભેટી રહ્યાં છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ચાંદીપુરામાંથી અત્યાર સુધીમાં 27 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 27 શંકાસ્પદ કેસમાંથી 14 બાળકોના મોત થયા છે. સૌથી વધુ સાબરકાંઠા અને અરવલ્લીમાં 4-4 કેસ નોંધાયા છે. 27 કેસમાંથી 24 ગુજરાતના છે જ્યારે 3 કેસ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવ્યા છે. મહત્વનું છે કે,  ચાંદીપુરા વાયરસ મોટાભાગે 14 વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળવી જરૂરી છે. આ વાયરસનો સામનો કરવા માટે હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી. સારવારના અભાવે આ રોગ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. જોકે, આ વાયરસ ચેપી નથી. માખી-મચ્છરના કારણે ચાંદીપુરા વાયરસનો થવાની શક્યતા રહે છે.

જણાવી દઈએ કે, રાજ્યના 12 જિલ્લામાં શંકાસ્પદ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં પણ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય મંત્રી આવતીકાલે વીડિયો કોન્ફરન્સ કરશે. આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સમાં સૂચનાઓ આપવામાં આવશે. કેસ વધવાના કિસ્સામાં લોકોને એલર્ટ કરવા પર ચર્ચા થશે.

રાજ્યમાં  8500થી વધુ ઘરો અને 47 હજારથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. રાજ્ય સરકારે તમામ માટે એડવાઈઝરી જાહેર કરી છે. ચાંદીપુરા વાયરસના સમાચાર આવ્યા બાદ આખા દેશમાં હડકંપ મચ્યો છે. દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

ADVERTISEMENT

રાજ્યમાં 27 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા

રાજ્યમાં ચાંદીપુરાના 27 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 7 બાળકોને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયા છે. હાલ આ તમામ બાળકોની સારવાર ચાલી રહી છે. અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર અને ખેડામાં શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સિવાય ગુજરાતમાં રાજસ્થાનના 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના 1 દર્દી નોંધાયા છે.

મહેસાણામાં એક વર્ષની બાળકીનું મોત

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામે એક વર્ષની બાળકીનુ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે. વરેઠા ગામની એક વર્ષની બાળકીએ અમદાવાદ સિવિલમાં દમ તોડ્યો છે. બાળકને તાવ અને ખેંચ આવતા દાખલ કરાયું હતું. મૃતક બાળક સહિત 6 બાળકોના સેમ્પલ (samples) પુના મોકલવામાં આવ્યા છે.

ADVERTISEMENT

મહેસાણા જિલ્લામાં 2 શંકાસ્પદ કેસ

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બે કેસ નોંધાયા છે. બે શંકાસ્પદ કેસથી આરોગ્ય ખાતુ દોડતું થયું છે. જેમાં વિજાપુરના ડાભલાના સડકાપુરામાં એક કેસ મળ્યો છે. ખેતરમાં રહેતા પરિવાર ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપૂરા જણાયો છે. હાલમાં વડનગર હોસ્પિટલ ખાતે બાળક સારવાર હેઠળ છે. બીજી તરફ બાળકના ઘરે અને ગામમાં દવાનો છંટકાવ કરાયો છે. આ સાથે વસઈ આરોગ્ય ખાતાના તાબામાં આવતા તમામ શાળાઓમાં સૂચના અપાઇ છે.

ADVERTISEMENT

ચાંદીપુરા વાયરલથી ગભરાશો નહીં : ઋષિકેશ પટેલ

બે દિવસ અગાઉ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જનતાને ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસથી ગભરાશો નહીં પરંતુ સાવચેતી જરૂરથી રાખો તેવી અપીલ કરી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે સેન્‍ડ ફ્લાયના(રેત માંખ) કરડવાથી થાય છે. ખાસ કરીને 9 મહીનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે.

ચાંદીપુરાના મુખ્ય લક્ષણો

ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસના મુખ્ય લક્ષણોમાં હાઈગ્રેડ તાવ, ઉલ્ટી-ઝાડા, બેભાન થવું, માથાનો દુખાવો અને ખેંચ આવવી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો છે. 

ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાય 

  • કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ
  • માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો
  • બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
  • રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો
  • મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે

શું છે ચાંદીપુરા વાયરસ? 

  • ચાંદીપુરા વાયરસ સામાન્યપણે વરસાદની સિઝનમાં જોવા મળતો રોગ છે.
  • જે રેત માંખ કરડવાથી થાય છે. તે RNA વાયરસ છે.
  • આ વાયરસ માદા ફ્લેબોટોમાઈન ફ્લાય, સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાના કારણે ફેલાય છે.
  • મચ્છરોમાં એડીસ મચ્છર તેના માટે જવાબદાર છે. તેનો મૃત્યુદર પણ સૌથી વધુ છે.
  • ભેજયુક્ત વાતાવરણમાં વાયરસ ફેલાય છે.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાયરસ વધુ ફેલાય છે.
  • માખી-મચ્છરના કારણે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે.
  • 14 વર્ષ સુધીના બાળકોમાં ચેપ ફેલાઈ શકે છે.
  • પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છે.

6 બાળકોના સેમ્પલ પુના મોકલાયા

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ રોગના દર્દીઓના સેમ્પલ પુના ખાતેની લેબમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેનું પરિણામ સરેરાશ 12થી 15 દિવસમાં આવશે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે, પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે. 

રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી. પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે.

ઘરમાં લીંપણ હોય તો કાઢી નાખજો

જણાવી દઈએ કે, વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા જિલ્લામાં આ રોગચાળો નોંધાયો હતો. ત્યારબાદ આંધ્ર પ્રદેશ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ તે દેખાયો હતો. ગુજરાતમાં 14 વર્ષ પહેલા ચાંદીપુરા વાયરસે 14 લોકોનો જીવ લીધો હતો. ગામડામાં લીંપણમાં રહેતી માખીને કારણે આ વાયરસ ફેલાય છે. જે લોકોના ઘરમાં લીંપણ હોય તે લોકોએ તેમના ઘરમાં લીંપણ કાઢી નાખવુ જોઈએ તેમજ આ માખીનો નાશ કરી દેવો જોઈએ.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના બાદ નવા વાયરસની 'એન્ટ્રી', આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને ચેતવ્યા!

    follow whatsapp

    ADVERTISEMENT