મેષ રાશિમાં 36 વર્ષ બાદ ગુરૂ-રાહુનો ચાંડાલ યોગ, આ 5 રાશિના લોકો ફૂંકી ફૂંકીને જ પગ મુકજો

ADVERTISEMENT

Guru rahu yog
Guru rahu yog
social share
google news

અમદાવાદ : મેષ રાશિમાં 36 વર્ષ બાદ ગુરૂ-રાહુની યુતિ સર્જાઇ રહી છે, આ 5 રાશિના લોકોએ ચેતી જવાની જરૂર છે. આ પાંચ રાશિઓનો ખરાબ સમય શરૂ થઇ ચુક્યો છે. ધન અને સૌભાગ્યના કારણ બૃહસ્પતિ ગ્રહે 22 એપ્રીલ સુધી મીનથી મેષ રાશિમાંપ્રવેશ કરી લીધો છે. અહીં ગુરૂની રાહુ સાથે યુતિ બની ચુકી છે. જ્યોતિષિઓના અનુસાર મેષ રાશિમાં બૃહસ્પતિ અને રાહુની યુતિ સમગ્ર 36 વર્ષ બાદ બની રહી છે. જેનું 5 રાશિઓ પર ખરાબ અસર પડી શકે છે.

વૃષભ : વૃષભ રાશિના લોકો સ્વાસ્થયનું પુરતુ ધ્યાન રાખે. કેસ કબાડા, કારાવાસ અને અપયશના યોગ બની રહ્યા છે. જેથી તેનાથી બચાવ કરવો. બૃહસ્પતિ મંત્રના નિયમિત જપ કરો.

કર્ક : કર્ક રાશિના લોકોના સ્વાસ્થયમાં ઉતાર-ચઢાવ થઇ શકે છે. સંતાન અને વિવાહના મામલાઓમાં વિલમ્બ થશે. શિવજીની ઉપાસના કરતા રહો.

ADVERTISEMENT

કન્યા : કન્યા રાશિના લોકો સ્વાસ્થય સમસ્યાઓનું વિશેષ ધ્યાન રાખો પેટની સમસ્યાઓ અને અપયશથી બચતા રહેવું જરૂરી. રોજ સવારે ગુરૂ મંત્રનો જાપ કરો.

વૃશ્ચિક : જીવનમાં મોટી મુશ્કેલી આવી શકે છે. સંતાન અને કરિયરના મામલે બાધાઓ આવશે. ભગવાન શિવની ઉપાસના જરૂર કરો.

ADVERTISEMENT

મકર : સ્થાન પરિવર્તન અને સ્વાસ્થય સમસ્યાઓના યોગ છે. માતાના મુદ્દે થોડું કષ્ટ થઇ શકે છે. સંપત્તિ સંબંધીત કાર્યોમાં સાવધાની વરતો.

ADVERTISEMENT

ગુરૂ-રાહુની યુતિ ગુરૂ ચાંડાલ યોગનું નિર્માણ પણ કરે છે. રોજ હળદર-કેસરનું તિલક કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તેના પ્રભાવમાં ઘટાડો થઇ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT