પારો ઉપરઃ જામનગરમાં ઘરોમાં પાણીથી પરેશાન લોકોએ કર્યો ચક્કાજામ, રિવાબાનો ઘેરાવો- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં વરસાદના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે અને ઘણું નુકસાન થવા પામ્યું છે. વરસાદના વિરામ વચ્ચે ઘણા વિસ્તારોમાંથી પાણી ઓસર્યા છે પરંતુ હજુ પણ ઘણા વિસ્તારો પાણીના ભરાવાને કારણે પરેશાન છે. આ મામલાને લઈને તંત્ર પર લોકો વરસી પડ્યા છે. અહીં લોકો દ્વારા ચક્કાજામ કરવામાં પણ આવ્યો હતો.

17 વર્ષનો નાહેલ.. જેના મોત પછી સળગી રહ્યું છે પેરિસ, મેક્રોએ ઉતાર્યા 50,000 જવાનો

લોકોનો રોષનો ભોગ બન્યા નેતાઓ
વરસાદ બાદ જામનગરની હરિદ્વાર સોસાયટી, મોહન નગર, નારાયણ નગર, એસબીઆઈ ગુલાબ નગર, હરિદ્વાર પાર્ક પાછળના તમામ ઘરોમાં 4 થી 5 ફૂટ વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. સતત 12 કલાક વરસાદ બાદ પણ લોકોના ઘરોમાંથી પાણી બહાર નથી આવતું. પાણી ભરાવાથી પરેશાન સ્થાનિક લોકોએ રસ્તો બંધ કરી દીધો છે. લોકોએ રોષે ભરાઈને રસ્તો બંધ કરી દીધો હતો.

સ્થાનિક ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પરિસ્થિતિને સંભાળવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિરોધ દરમિયાન, એક વ્યક્તિ આત્મહત્યા કરવા માટે કેનાલ પર ચઢી ગયો અને કહ્યું કે જો મને કંઈ થશે તો આ લોકો જવાબદાર હશે. આ મામલાને લઈને ધારાસભ્ય રિવાબા જાડેજાથી લઈ અહીં આવેલા ઘણા નેતાઓને લોકોએ ઘેરાવો કરી પોતાના પ્રશ્નો અંગે વાત કરી હતી. મામલો આખરે ઉગ્ર બન્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT