અનેક અસ્થિરતા છતા કેન્દ્રએ સબસિડી આપી ભાવ સ્થિર રાખ્યા છે: રાઘવજી પટેલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : શહેરમાં કૃષિમંત્રીએ ખાતર અને બિયારણની અછત અને વધતા ભાવ મામલે ખુબ જ મોટું નિવેદન આપ્યું હતું. રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં રવિ પાકની સીઝનમાં ખેડૂતોને ખાતરની સૌથી વધારે જરૂર હોય છે. જેના પગલે હાલમાં રાજ્યમાં ખાતરનો પુરતો જથ્થો છે. યુરિયા ખાતરની વધારે જરૂર હોવાથી કેન્દ્ર સરકારે રાજ્યની માંગણી અનુસાર 12 લાખ 50 હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો મંજૂર કર્યો છે. જે પૈકી મોટા ભાગનો જથ્થો આવી પણ ગયો છે તેવું કૃષિમંત્રીએ જણાવ્યું હતું.

ખાતરના ભાવ મુદ્દે કૃષીમંત્રીએ કર્યો સબ સલામતનો દાવો
ખાતરના વધતા ભાવ મામલે કૃષિમંત્રીએ કહ્યું કે, આ પ્રશ્ન કેન્દ્ર સરકાર હસ્તકનો છે. રાસાયણિક ખાતરના ભાવમાં વપરતા કાચોમાલ મોટાભાગે આયાત કરવો પડે છે. છેલ્લા દોઢ વર્ષમાં આ ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. ખાતર કંપનીએ પણ વારંવાર ભાવ વધારાની રજૂઆત કરી હોવા છતા પણ સરકારે ભાવ વધારો થવા દીધો નથી. ખેડૂતો પર ભાવ વધારાનો બોજો ન પડે તે માટે સરકારે ખેડૂતોને સબસીડી આપી છે. કેન્દ્રએ સબસિડી આપી ભાવ સ્થિર રાખ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારને કારણે ભાવમાં વધારો થયો છે.

ભારતીય કિસાન સંઘ સરકાર સામે મોરચો માંડવાની તૈયારીમાં
ભારતીય કિસાન સંઘ દ્વારા દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 19 ડિસેમ્બરે સમગ્ર દેશના ખેડૂતો વિવિધ માંગણીઓ મુદ્દે દિલ્હીના રામલીલા મેદાન ખાતે રેલી તેમજ વિરોધ પ્રદર્શન કરવા જઇ રહ્યા છે. દેશના વિવિધ રાજ્યના 1.5 લાખથી વધુ ખેડૂતો જોડાઈ શકે છે. જેમાં ખાતરના ભાવ વધારા સહિતના મુદ્દાનો સમાવેશ થશે. હાલ તો સરકારના કારણે આ ભાવે ખાતર મળી રહ્યું છે, સરકાર પ્રયત્નો કરી રહ્યા છે તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT