ફરી આવશે આકાશી આફત, માવઠાને લઈ હવામાન વિભાગે જાણો શું કરી આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ હવે ગુજરાતની આબોહવાને પણ જાણે રાજકીય રંગ લાગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શિયાળા અને ચોમાસનું ગઠબંધન થયું અને ઉનાળાની સરકાર જાણે પાડી દેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. હજુ સરખો ઉનાળો જામે તે પહેલા જ માવઠું આવી રહ્યું છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત થી જ માવઠાનો માર પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પડવાથી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે ફરી એકવાર કરાયેલી આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

રાજ્યમાં વરસાદની સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.આજે અને આવતીકાલે ગરમીનો પારો વધશે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ-સૂકા પવનો શરૂ થયાં છે. રાજ્યમાં 2 દિવસ દરમિયાન ગરમીનો પારો 39-40 ડિગ્રી રહેશે. અમદાવાદમાં આગામી દિવસ સુધી ગરમીનો પારો 39થી 40 ડિગ્રી સુધી રહેવાની આગાહી છે. ગઈકાલે રાજ્યમાં 39.9 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી

ADVERTISEMENT

અહી પડી શકે છે વરસાદ
રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 11મી એપ્રિલે હળવા વરસાદ કે થંડરશાવર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જામનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાયના ભાગોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે 12મી એપ્રિલે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ દિવસે પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: આજે ઉમેદવારો સાથે રાજ્ય સરકારની પણ પરીક્ષા, જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ તંત્ર સજ્જ

ADVERTISEMENT

ખેડૂતોએ માવઠાના માર માટે રહેવું પડશે તૈયાર
ખેડૂતો હજી માવઠાના નુકસાનમાંથી બેઠા નથી થયા ત્યારે વારંવાર આવતા માવઠાથી ખેડૂતોની માઠી દશા થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના કપાસ, જીરું, ચણાં, ઘઉં, રાયડો સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને વધુ એક વખત માવઠાના માર માટે તૈયાર રહેવું પડશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT