દીકરીને એટલી ક્રુરતાથી 25 ઘા માર્યા કે ફ્લોર પર થતા હતા તણખાઃ CCTV હચમચાવી મુકનારા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ દિલ્હીમાં સાહિલ નામના વ્યક્તિ દ્વારા સાક્ષી નામની યુવતી પર છરી વડે ઘાતકી હુમલો કરવામાં આવતો હોવાનો CCTV વીડિયો વાયરલ થયો છે. ગુજરાતના સુરતમાં ધાબા પર સૂતી વખતે ઘરેલુ ઝઘડામાં એક પિતાએ તેની પુત્રીને 25 વખત છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરતો સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. સુરત પોલીસે હત્યારા પિતાની પણ ધરપકડ કરી છે. જોકે આ ફૂટેજ અહીં દર્શાવી શકાય તેવા નથી. અત્યંત ક્રુરતા અને લોહીયાળ ફૂટેજના કેટલાક દ્રશ્યોના ફોટોઝ અહીં દર્શાવ્યા છે. જોકે સીસીટીવી જોતા દેખાય છે કે પિતા કેટલો ક્રુરતાથી દીકરી પર ઘા કરે છે કારણ કે જ્યારે તે ઘા કરે છે ત્યારે તે હથિયાર ફ્લોર પર ભટકાય તો ત્યારે પણ તણખા થવા લાગતા હતા.

વાયરલ સીસીટીવીમાં બાળકોનો પિતાથી બચવાનો નિષ્ફળ પ્રયાસ
વાયરલ થયેલા આ સીસીટીવી સુરતના કડોદરા વિસ્તારના છે. 18 મે, 2023 ના રોજ રાત્રે 11.20 વાગ્યે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો સીડી પાસે ઉભા છે.આ લોકોમાંથી ત્રણ મહિલા અને ત્રણ પુરુષ છે. એક સ્ત્રીએ વાદળી રંગનો ડ્રેસ પહેર્યો છે, બીજાએ સફેદ કલરનો ડ્રેસ પહેર્યો છે અને ત્રીજીએ પીળા કલરનો ડ્રેસ પહેર્યો છે. જ્યારે પુરૂષમાં એકે સફેદ કલરનો ટી-શર્ટ પહેર્યો છે, તો એકે લીલા કલરનો ટી-શર્ટ પહેર્યો છે. પિતાએ શર્ટ પહેર્યો છે અને ત્રીજાએ પીળી ટી-શર્ટ પહેરેલી છે. વાદળી રંગનો ડ્રેસ પહેરેલી એક છોકરી એક બાળકીને ખોળામાં લઈને ઉભેલી જોવા મળે છે. આ દરમિયાન એક લાઈનવાળો શર્ટ પહેરેલો માણસ અંદર આવે છે જે તેના હાથમાં રહેલા તમાકુના બોક્સમાંથી તમાકુ કાઢે છે અને તેને ઘસીને ખાય છે અને પછી તે ચાકુ બહાર કાઢે છે. અને પીળા ડ્રેસ પહેરેલી મહિલા પર હુમલો કરે છે. આ હુમલાને જોઈને આસપાસ ઉભેલા બાળકો તેને પકડવાના તમામ શક્ય પ્રયાસો કરે છે, તેઓ તેને પકડીને જમીન પર ફેંકી દે છે, પરંતુ તે ફરીથી ઊભો થઈને બધાને બૂમો પાડે છે. તેમના ઉપર છરી વડે હુમલો કરવાનું શરૂ કરે છે. મહિલાઓ અને બાળકો તેને પકડવામાં નિષ્ફળ જાય છે, તેઓ પોતાનો જીવ બચાવીને ભાગવા લાગે છે. આ દરમિયાન વાદળી ડ્રેસ પહેરેલી એક છોકરી તેના હાથમાં આવે છે, જેના પર છરી વડે હુમલો કરવાનું શરૂ કરે છે તે જમીન પર પડે છે, તેમ છતાં તે તેને મારવાનું બંધ કરતો નથી. જ્યારે ઘાયલ છોકરી પોતાનો જીવ બચાવવા માટે નજીકના રૂમમાં પ્રવેશ કરે છે, ત્યારે હુમલાખોર પણ તે રૂમમાં પ્રવેશ કરે છે અને તેણી મરી જાય ત્યાં સુધી મારે છે.

ADVERTISEMENT

રાજકીય વગદાર વચેટિયો હજુ ફરારઃ લાંચિયા કર્મચારીના મહીસાગર સેશન્સ કોર્ટે ફગાવ્યા જામીન

કડોદરા પોલીસે કરી ધરપકડ
સુરતના કડોદરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરાઈ છે. આ એ જ હત્યારો રામાનુજ છે જેણે ટેરેસ પર સૂવા જેવી નજીવી બાબતે પત્ની રેખા પર હુમલો કર્યો હતો. પિતાએ માતા પર છરી વડે હુમલો કર્યા બાદ બચાવમાં એમની દીકરી ચંદા એ દરમિયાનગીરી કરી હતી. પિતા એ તેને પણ છોડ્યો ન હતો. તેના બાળકો, જેમણે તેની સામે આવીને બધાને છરી વડે ઘાયલ કર્યા હતા. આ નિર્દય પિતાએ તેની માતાને બચાવવા વચ્ચે આવી ગયેલી તેની પુત્રી ચંદાની હત્યા કરી નાખી હતી. હત્યા અને હત્યાના પ્રયાસના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આ હત્યારા પિતા રામાનુજના ચહેરા પર પસ્તાવો પણ જોઈ શકાતો નથી. રામાનુજે જે છરી વડે તેના પરિવાર પર હુમલો કર્યો હતો અને તેની પુત્રીની હત્યા કરી હતી તે પણ પોલીસને મળી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT