ગુજરાત આવી સિસોદિયા BJP ને ઘેરે તે પહેલા જ CBI એ લુકઆઉટ નોટિસ ફટકારી, ગમે ત્યારે ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : CBI દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. સિસોદિયા ઉપરાંત 13 અન્ય લોકો વિરુદ્ધ પણ આ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. આ લોકોને ન માત્ર દેશ નહી છોડવા માટે ઇન્કાર કરી દેવામાં આવ્યો છે પરંતુ ગમે ત્યારે આ લોકોની ધરપકડ પણ થઇ શકે છે. જેના કારણે આજના સિસોદીયાના ગુજરાત પ્રવાસ પર પણ લટકતી તલવાર છે. જો આમ થાય તો આપનું ઘણુ મોટુ આયોજન કરવામાં આવ્યું તે ભાંગી પડે તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઇ દ્વારા શુક્રવારે દિલહીની નવી એક્સાઇઝ પોલીસીની તપાસ કરવા માટે સિસોદિયાના અધિકારીક આવાસ પર દરોડા પાડ્યા હતા. 14 કલાક ચાલેલી કાર્યવાહી દરમિયાન સિસોદીયાના મોબાઇલ, લેપટોપ સહિત અનેક વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક દસ્તાવેજો અને અગત્યની ફાઇલો પણ જપ્ત કરી લેવામાં આવી છે. જેના કારણે આપ પહેલાથી જ આક્રમક છે. આજે સીબીઆઇ દરોડા બાદ પહેલીવાર આજે તેઓ ગુજરાત પ્રવાસે આવે તે પહેલા જ તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી દેવામાં આવી છે. ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT