રાજકોટ શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત, બે મહીલા પોલીસને લીધા હડફેટે

ADVERTISEMENT

gujarattak
social share
google news

 નિલેશ શીસાંગીયા, રાજકોટ:    રાજ્યભરમાં રખડતા પશુનો ત્રાસ છે. દરરોજ અનેક લોકોને તે હડફેટે લઈ રહ્યા છે અને લોકોના અકસ્માત થઈ રહ્યા છે. ક્યારેક વાહનના હડફેટે આવે છે તો ક્યારેક ચાલતા લોકોને હડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે. ત્યારે પશુએ લોકોને હડફેટે લેવાની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત છે. મહિલા પોલીસ કર્મી મવડી હેડ ક્વાટરમાંથી પરેડ પૂરી કરી નીકળતાં હતા તે સમયે હડફેટે લીધા હતા. બંને પોલીસ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મવડી હેડ ક્વાર્ટરમાં જ જોવા મળ્યો ઢોરનો ત્રાસ, કાયદાનું રક્ષણ કરનાર જ  રખડતા ઢોરનો શિકાર બન્યા છે, પૂજા સદાદડયા (LR) અને ગાયત્રી દેવમુરારી(PC) બન્ને મહિલા પોલીસ કર્મી મવડી હેડ ક્વાટરમાંથી પરેડ પૂરી કરી નીકળતાં હતા તે સમયે  રખડતા પશુએ ઇજાગ્રસ્ત કર્યા છે.  બન્ને મહિલા પોલીસ કર્મીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાંઆવ્યા છે. રસ્તા પર કુતરું ભસવાને કારણે ગાય ગભરાઈ હતી અને મહીલા પોલીસ કર્મચારી ને હડફેટે લીધી હતી.

બે મહિલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત 
આમ તો રાજકોટ મહાનગર પાલિકા રખડતા ઢોરને પકડવાની કામ ગીરી કરી રહી છે તો બીજી તરફ અનેક લોકોને રખડતા પશુઓ એ હડફેટે લિધા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યાર બાદ ઢોર માલિક ઉપર ફરીયાદ નોંધવામાં આવી રહી છે. છતાં પશુઓને રોડ પર ખુલ્લે આમ મુકવામાં આવે છે.  ત્યારે રખડતા પશુઓ ક્યારેક જીવલેણ પણ સાબિત થયા છે અને દરરોજ કેટલાય લોકોને ઇજાગ્રસ્ત કરે છે. આમ રાજકોટના બે મહિલા પોલીસ કર્મીને પશુઓએ ઇજાગ્રસ્ત કર્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT