જૂનાગઢના જુથળમાં પુલ પરથી ગાડુ નદીમાં ખાબક્યું, ખેડૂત અને બંને બળદના મોત
ભાર્ગવી જોશી, જૂનાગઢ: રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતથીજ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આ દરમિયાન જળાશયોમાં નવા નીરની આવક થવા લાગી છે. અનેક જળાશયો…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જૂનાગઢ: રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતથીજ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આ દરમિયાન જળાશયોમાં નવા નીરની આવક થવા લાગી છે. અનેક જળાશયો ભરાઈ ચૂક્યા છે. ત્યારે અનેક જગ્યાએ પુરની સ્થિતિ છે. આ દરમિયાન જૂનાગઢના માળિયા તાલુકાના જેતલ ગામે એક ખેડૂત ખેતરેથી ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં આવતી નદી પર પુલ પરથી જતા આખું બળદ ગાડું ખેડૂત સહિત નદીના પ્રવાહમાં ખાબક્યું હતું. જેમાં ખેડૂત સહિત બે બળદના મોત થયા છે.
જૂનાગઢમાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદી માહોલ છે. ત્યારે કેશોદ વિસ્તારમાં કેટલાક ઘરોમાં પાણી પણ ભરાયા છે. તો બીજી તરફ માળીયા હાટીનાના જુથળ ગામે વોંકળામાં બળદ ગાડું ખાબક્યું હતું. આ ઘટનામાં એક ખેડુત અને બે બળદના મોત નિપજ્યા છે. વાડી વિસ્તારમાં પુલની સાઇડની કિનારીઓ તૂટી ગઈ હોય આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
લોકોએ કરી આ માંગ
ખેડૂત કડવાભાઈ ભાદરકા પોતાના ખેતરેથી બળદ ગાડું લઈને ગામ તરફ આવી રહ્યા હતા. આ સમયે અતિશય વરસાદની કારણે નદીની અંદર પાણીનો તે જ પ્રવાહ વહેતો હત. તેથી બળદનો પગ કિનારા પર આવી જતા લપસી ગયો હતો અને આખું બળદ ગાડું નદીના તેજ પ્રમાણમાં તણાયું હતું. આ ઘટનાથી જુથળ ગામમાં ઓહાપો મચ્યો છે. ત્યારે ગામ લોકોએ મામલતદારને આ પુલ તાત્કાલિક રીપેર કરવા માટે અને ઊંચો બનાવવા માટે ઘણા સમયથી માંગ કરી રહ્યા છે પરંતુ પ્રશાસન તરફથી પુલ ને ગંભીરતાથી ન લેતા આ દુર્ઘટના ઘટી છે.
ADVERTISEMENT
હાલ તો ખેડૂત કડવા ભાઈના મૃતદેહની માળીયાહાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો.જૂનાગઢ છેલ્લા 15 દિવસથી સતત વરસતા વરસાદને કારણે મોટાભાગની નદીઓ છલકાય ઉઠી છે અને પુલો અને રસ્તાઓનું ધોવાણ પણ થયું છે. એવામાં રાહદારીઓને રસ્તો પસાર કરવો મુશ્કેલ બન્યું છે. બીજી તરફ ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો માટે ખેતરેથી આવ જા કરવું જોખમી બની રહ્યું છે.
ADVERTISEMENT