વડોદરા પાસે ખટંબા તળાવમાં ખાબકી કાર, 4 લોકો લાપતા; NDRFની ટીમે હાથ ધરી શોધખોળ
Vadodara Accident News: વડોદરા પાસે એક કાર તળાવમાં ખાબકતા ચકચાર મચી જવા પામી છે. આ અંગેની જાણ થતાં જ NDRF, ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને કારમાં સવાર લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે.
ADVERTISEMENT
Vadodara Accident News: વડોદરા પાસે એક કાર તળાવમાં ખાબકતા ચકચાર મચી જવા પામી છે. આ અંગેની જાણ થતાં જ NDRF, ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને કારમાં સવાર લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ હાલ લાપતા છે. જેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વડોદરા પાસે તળાવમાં ખાબકી કાર
મળતી માહિતી અનુસાર, વડોદરા પાસે ખટંબાના તળાવમાં આજે સવારે એક કાર ખાબકી હતી. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારમાં સવાર લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
NDRFની ટીમ બોલાવવી પડી
તો તળાવ ઉંડુ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા NDRFની ટીમ બોલાવવી પડી હતી. NDRFની ટીમે એક સ્કુબાને તળાવમાં ઉતારી કાર શોધવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ કારમાં ચાર જેટલા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
ક્રેઈનતી બહાર કઢાઈ કાર
તો ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કારને બહાર કાઢવામાં ક્રેઈન મંગાવવામાં આવી હતી અને ક્રેઈન દ્વારા કારને બહાર કાઢવામાં આવી છે. જોકે, હજુ કારમાં સવાર યુવકો લાપતા છે, જેઓની ફાયર અને NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા
ADVERTISEMENT
ADVERTISEMENT