સુરતઃ બે કાર વચ્ચે ટક્કર, ફાયરની ટીમે કારમાં ફસાયેલી મહિલાને રેસ્ક્યું કરી બાહર કાઢી- Video
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતના સુરત શહેરમાં બે કાર વચ્ચે અથડામણમાં એક મહિલા અને એક બાળકી ઘાયલ થયાના અહેવાલ છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતના સુરત શહેરમાં બે કાર વચ્ચે અથડામણમાં એક મહિલા અને એક બાળકી ઘાયલ થયાના અહેવાલ છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના ફુરચા ઉડી ગયા હતા. કાર અથડાયાની માહિતી ફાયર વિભાગની ટીમને આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે એક કલાકની જહેમત બાદ કારમાં ફસાયેલી મહિલાને બહાર કાઢી હતી. આ રોડ અકસ્માતમાં એક બાળકી ગંભીર રીતે ઘાયલ થયાના પણ સમાચાર છે.
સુરતમાં આંગણવાડીની આ દશા, ખાટકિયોએ કતલ કરવાના ઢોર બાંધ્યાઃ Video વાયરલ
સ્વીફ્ટ કાર BRTSની રેલિંગમાં ઘૂસી ગઈ
સુરત એરપોર્ટ રોડ પર વાય જંકશન પાસે રોડ પરથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે સ્વીફ્ટ કાર બીઆરટીએસ રૂટની રેલીંગમાં ઘૂસી ગઈ હતી જ્યારે બિજા કાર પણ સ્વીફ્ટ કાર સાથે અથડાઈ હતી. રોડ પર બે કાર વચ્ચેની આ ટક્કર જોઈ નજીકમાં હાજર ટ્રાફિક પોલીસ સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કેટલાક સ્થાનિક લોકો પણ બચાવ માટે કારની નજીક પહોંચ્યા હતા. પરંતુ ફાયર બ્રિગેડના જવાનો માટે કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી.
કાર અકસ્માતમાં એક બાળકી અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. કારમાં વ્યક્તિ ફસાઈ હોવાની જાણકારી મળી હતી કારને કાપ્યા વગર તે અશક્ય હતું. તેથી લોકોએ આ બાબતે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી.ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે એક કલાકની જહેમત બાદ સ્વિફ્ટ કારનું કવર કાપીને તેમાં ફસાયેલી મહિલાને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપી હતી. ઘટના સ્થળે હાજર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્વીફ્ટ કાર અને બ્રિજા કાર વચ્ચે થયેલી આ અથડામણમાં સ્વીફ્ટ કારમાં બેઠેલા સૌથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી જ્યારે બ્રિજામાં સવાર લોકોને નાની ઈજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT