કેવો બેફામ કાર ચાલકઃ મહિસાગરમાં ફોરેસ્ટના ક્રમચારીએ બે ગાયને એવી ભટકાવી કે 200 ફૂટ દૂર ફેંકી દીધીઃ Exclusive
વીરેન જોશી.મહિસાગરઃ કાર ચાલકો કેટલી બેફામ રીતે ચલાવી શકે છે, કારના પાવરફુલ એક્સેલેરેટર પર પગ મુક્યા પછી જાણે કે પોતે જ રાજા હોય અને લોકોના…
ADVERTISEMENT
વીરેન જોશી.મહિસાગરઃ કાર ચાલકો કેટલી બેફામ રીતે ચલાવી શકે છે, કારના પાવરફુલ એક્સેલેરેટર પર પગ મુક્યા પછી જાણે કે પોતે જ રાજા હોય અને લોકોના મોતના નિમિત બની જાય છે. આવી જ એક ઘટના મહિસાગરમાં બની છે જેમાં તથ્યને પણ વાળે એવો કાર ચાલક જોવા મળ્યો છે. કાર એટલી ભયાનક સ્પીડમાં ભટકાવી છે કે બે ગાયને ફંગોળી નાખી છે. જેમાં એક ગાયને તો 200 ફૂટ દૂર ફેંકી દીધી છે. કારના તો કચ્ચરઘાણ વળી ગયા પરંતુ કાર ચાલક તક મળતા ત્યાંથી ફરાર થઈ ગયો છે.
કેવી રીતે બની હતી આ ઘટના?
એક તરફ સમગ્ર ગુજરાતમાં પૂર ઝડપે કાર ચલાવીને નવ લોકોને કચડી નાખવાનો તથ્ય પટેલનો કિસ્સો ચર્ચાને ચકડોળે છે. આ ઘટનાના પગલે રાજ્યના ગૃહવિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ઓવરસ્પીડ અને નશામાં ડ્રાઇવ કરતાં ચાલકો વિરુદ્ધ કાર્યવાહી માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું છે પરંતુ હજુ પણ કેટલાક વાહન ચાલકો પોલીસને પણ પડકાર આપી રહ્યા છે. આવો જ કિસ્સો મહીસાગર જિલ્લા મથક લુણાવાડા પાસે આવેલા દલુંખડીયા ક્રોસિંગ પાસેથી સામે આવ્યો છે.
ગોધરા મોડાસા ચાર માર્ગીય રસ્તા પર દલુંખડીયા પાસે ઈયોન ગાડીના ચાલકે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હકારતા હાઇવેની સાઈડ ઉપર ચાલતા બે અબોલા પશુઓને બાનમાં લીધા હતા. ગાડીની સ્પીડ અબોલા પશુઓના ઢસડાયેલા મૃતદેહને તેમજ ગાડીના આગળના ભાગના પુરચા ઊડી ગયેલા દ્રશ્યો જોતાં ગાડી ખૂબ ઓવર સ્પીડમાં ભટકાઈ હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ઘટના સ્થળે ઉપસ્થિત લોકચર્ચા પ્રમાણે ગાડી ખુબ જ સ્પીડમાં હતી અને લીંમડીયા તરફના રોડ ઉપરથી આવી રહી હતી. જેણે ધડાકાભેર બે અબોલા પશુઓને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બંને અબોલા પશુઓમાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ ચાલક સરકારી કર્મચારી હોય અને તેણે નશો કરેલો હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હાલ તો ચાલક તેને પહોંચેલી ઇજાઓને લઈ કોઈક હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યો છે ત્યારે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે. અકસ્માત સર્જેલી કારને સાઈડ પર ખસેડી છે ત્યારે શું ચાલક નશાની હાલતમાં હતો અને તે કોણ હતો તે તો પોલીસની તપાસમાં બહાર આવશે. અમદાવાદમાં બનેલા ઇસ્કોન પુલ અકસ્માત ઘટના બાદ રાજ્ય પોલીસ દ્વારા પણ કડક આદેશ આપી ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે મહીસાગર જિલ્લામાં પણ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળો પર ગફલતભરી રીતે ઓવરસ્પીડમાં વાહન હકારતા ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
કારમાંથી મળ્યો ફોરેસ્ટના કર્મચારીનો ડ્રેસ
મહીસાગર જિલ્લામાં એક કાર ચાલકે બે ગાયોને પુર ઝડપે કાર ભટકાવી અકસ્માત સર્જ્યો છે જેમાં બંને ગાયોના મોત નિપજ્યા છે. આ ઘટના જિલ્લાના મોડાસા-લુણાવાડા હાઈવે પર બની છે. જેમાં કાર ચાલક અકસ્માત પછી કાર મુકીને ફરાર થઈ ગયો છે. કારમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીનો ડ્રેસ જોવા મળતા કોઈ ફોરેસ્ટ વિભાગના કર્મચારીની કાર હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
કાર ચાલક ઝડપી હાથમાં આવે તે જરૂરી
ઘટના સ્થળે ગાયના મોત થતા જ કારની સ્પીડનો અંદાજ લગાવી શકાય છે. કારનો આગળનો ભાગ તૂટીને ભંગાર થઈ ગયો છે. કાર ચાલકે કેવી રીતે તે અંગે તપાસ બાદ જ વધારે હકીકતો સામે આવી શકે તેમ છે. કોઈ વાહન ચાલક આ કારની અડફેટે આવ્યો હોત તો તેનું શું થતું તેનો અંદાજ માત્ર કંપારી છોડાવી દેનારો છે. શું કાર ચાલક નશામાં હતો કે કેમ તે અંગે પણ હવે આ ચાલક બને એમ જલ્દી પોલીસના સકંજામાં આવે તો જ ખબર પડે એમ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT