અરવિંદ કેજરીવાલની હત્યા થઇ શકે છે? AAP ના દિગ્ગજ નેતાએ ભાજપ પર લગાવ્યા આક્ષેપ
અમદાવાદ : ગુજરાતમાં રાજનીતિ હાલ ગરમાઇ ચુકી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ અલગ અલગ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસારની…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતમાં રાજનીતિ હાલ ગરમાઇ ચુકી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ અલગ અલગ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસારની સાથે સાથે અલગ અલગ આક્ષેપ પ્રતિઆક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. આ જ અનુસંધાને આમ આદમી પાર્ટીના નેતા તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રીએ આક્ષેપ લગાવ્યો કે, ભાજપ એમસીડી અને ગુજરાતમાં પોતાની હાર ભાળી ગઇ છે. જેના કારણે તેઓ અરવિંદ કેજરીવાલની હત્યાનું કાવત્રું રચી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલના જીવને ભાજપના ગુંડાઓથી ભારે જોખમ
અરવિંદ કેજરીવાલને જીવનું જોખમ છે. મનોજ તિવારીએ ખુલ્લેઆમ પોતાના ગુંડાઓને અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવા માટે કહી રહ્યા છે. જેનું સંપુર્ણ પ્લાનિંગ પણ કરી લેવામાં આવ્યું છે. જો કે આમ આદમી પાર્ટી આ હીન કક્ષાની રાજનીતિથી જરા પણ ગભરાતું નથી. ભાજપની આ ગુંડાગીરીનો જવાબ જનતા પોતાના મતદાન દ્વારા આપશે.
મનોજ તિવારીના અગાઉના નિવેદનને ટાંકી આપનો આક્ષેપ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના સાંસદ મનોજ તિવારીએ અગાઉ નિવેદન આપ્યું હતું કે, અરવિંદ કેજરીવાલજીની સુરક્ષા મુદ્દે હું ચિંતિત છું. કારણ કે સતત ભ્રષ્ટાચાર, ટિકિટોની વહેંચણી તથા જેલમાં બળાત્કારીઓ સાથેની મિત્રતા તથા મસાજ પ્રકરણ મુદ્દે આપ કાર્યકર્તાઓ અને જનતામાં ગુસ્સો છે. તેના ધારાસભ્યોને લોકો દોડાવી દોડાવીને મારી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી સાથે આવું ન થાય અને તેમને સજા ન્યાયાલય જ આપે.
ADVERTISEMENT
ADVERTISEMENT