124 ઊંટ ગુજરાત પોલીસ માટે કેમ છે મહત્વનાઃ રસ્તામાં ચારેય તરફનું પાયલોટિંગ- Video
સાબરકાંઠાઃ અરવલ્લી અને સાબરકાંઠા પોલીસ માટે 124 ઊંટ હાલ મહત્વની જવાબદારી બની ગયા છે. આ ઊંટને રસ્તા પરથી પસાર થતા તથા એક તરફ વિસામો કરતી…
ADVERTISEMENT
સાબરકાંઠાઃ અરવલ્લી અને સાબરકાંઠા પોલીસ માટે 124 ઊંટ હાલ મહત્વની જવાબદારી બની ગયા છે. આ ઊંટને રસ્તા પરથી પસાર થતા તથા એક તરફ વિસામો કરતી વખતે પણ ચારેય તરફથી પાયલોટિંગ આપવામાં આવે છે, સુરક્ષા આપવામાં આવે છે. ઊંટ રસ્તા પરથી જાય ત્યારે આગળ પોલીસનું વાહન પાછળ પોલીસનું વાહન, આજુબાજુમાં પણ પોલીસ સતત હાજર રહે છે. જોકે તેની પાછળશું કારણ છે તે કારણ પણ રસપ્રદ છે.
ઊંટોએ ખેડવાની છે નાસિકથી રાજસ્થાનની સફર
નાસિકથી રાજસ્થાનના શિરોહી ખાતે આ ઊંટને લઈ જવામાં આવી રહ્યા છે. અને ગુજરાત પોલીસ આ દરમિયાનના રસ્તામાં તમામ 124 ઊંટને રક્ષા આપી રહીછે. નાસિક પોલીસે કરેલા એક ઓપરેશન દરમિયાન આ ઊંટોને કતલખાને લઈ જવામાં આવતા બચાવાયા છે. જે પછી આ ઊંટને લઈ પોલીસ પાછી રાજસ્થાન જઈ રહી છે.
100 વર્ષથી ખેડતા હતા જમીન, સરકારે CHC બનાવવા હટાવ્યાઃ પોલીસ-આદિવાસી મહિલાઓ આમને-સામને
સિરોહી લઈ જવાશે તમામ ઊંટ
મહારાષ્ટ્રના નાસિક ખાતે કતલખાને લઈ જવાતા ઊંટોને પોલીસે બચાવ્યા હતા. જે પછી આ તમામ ઊંટ સિરોહી ગૌશાળા ખાતે સલામત રીતે પહોંચાડવા માટે રાયકાઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં સિરોહીમાં મહાવીર ઊંટ અભ્યારણ છે ત્યાં આ ઊંટને લઈ જવાના છે. દરમિયાન ઊંટોની કતલ કરનારા કસાઈઓના નેટવર્કથી ખતરો હોઈ શકે છે પરંતુ સરકારી ચોપડે આ ઊંટોની નોંધણી થઈ છે અને તેને સલામત ત્યાં પહોંચાડવા માટે પોલીસ કામગીરી કરી રહી છે. કારણ કે આ દરમિયાનમાં એક પણ ઊંટને કશું થાય છે તો તેના માટે પોલીસને જ જવાબો આપવા ઊભા રહેવું પડી શકે છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ હસમુખ પટેલ, સાબરકાંઠા / હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT