કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહેલા PIના રૂમમાંથી વિદેશી દારૂની બોટલ મળી, પોલીસે નોંધ્યો ગુનો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં પોલીસ વિભાગમાં ભરતી થનારા નવા અધિકારીઓને તાલીમ આપતી કરાઈ એકેડમીમાંથી દારૂ મળી આવતા ચકચાર મચી ગઈ છે. એકેડમીમાં બેરેકના ચેકિંગ દરમિયાન એક રૂમમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જે એકેડમીમાં તાલીમ લઈ રહેલા એક તાલીમાર્થીની હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તેની વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે એકેડમીમાં તાલીમ લઈ રહેલા અન્ય પોલીસ અધિકારીઓ પણ ફફડી ઉટ્યા છે.

તાલીમાર્થી કેડેટના રૂમમાંથી દારૂ મળ્યો
વિગતો મુજબ, પોલીસ એકેડમીમાં વર્ગખંડ PSI તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞેશસિંહ ચાવડાને તાલીમ લઈ રહેલા ઈન્સ્પેક્ટર ચોરી છુપીથી બેરેકમાં પ્રતિબંધિત વસ્તુઓ લાવે તો કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. જેને લઈને તેમણે અન્ય પોલીસ અધિકારીઓ સાથે કેડેટ્સ રહે છે ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ઓફીસર્સ બિલ્ડીંગમાં એક રૂમમાં પડેલી થેલીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ રૂમના તાલીમાર્થી PI નિરંજન ચૌધરીને બોલાવીને પૂછપરછ કરતા તેની પાસે પરમીટ ન હોવાનું જણાવાયું હતું અને બેડ પણ પોતાનો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે કરી ધરપકડ
ત્યારે ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહેલા PI પાસેથી જ દારૂની આ રીતે બોટલ મળી આવતા તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે ડીજીપીએ કાર્યવાહી હાથ ધરી છે. તથા ડભોડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT