વાવાઝોડાને લઈ કેબિનેટ મંત્રી મુળુ બેરાએ આપ્યું મહત્વનું નિવેદન, લોકોને કરી આ અપીલ
જામનગર: અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહી છે. કુદરતી સંકટને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.…
ADVERTISEMENT
જામનગર: અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહી છે. કુદરતી સંકટને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સેનાની ત્રણેય પાંખોની મદદ લેવામાં આવી છે. બે દિવસથી આર્મી, એરફોર્સ અને નેવી દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં વિવિધ જગ્યાએ તૈનાત છે. બિપોરજોયના સંકટ સામે લડવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આ દરમિયાન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ સંભવિત વાવાઝોડા સંદર્ભે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વહીવટી પ્રશાસન દ્વારા વાવાઝોડા સંદર્ભે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા છે.
વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેને પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. આજે રાત્રે કચ્છના જખૌ બંદર પર વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. ત્યારે વાવાઝોડાને લઈ કેબિનેટ મંત્રીને જામનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, વહીવટી પ્રશાસન દ્વારા વાવાઝોડા સંદર્ભે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા છે. આપણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ આફત ન આવે. જો આ આફત આવે તો સરકાર અને તંત્ર આફત સામે લડવા તૈયાર છે. લોકોએ વહીવટી તંત્રને સહકાર આપવો જરૂરી છે.
રાજ્યમાં આટલા લોકોનું કરાયું સ્થળાંતર
રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડાએ ફરી એક વખત દિશા બદલી છે. તેમણે કહ્યું કે, થોડું નોર્થ તરફ વાવાઝોડુ ટર્ન થયું છે. સ્થળાંતરને લઈ માહિતી આપતા કહ્યું કે, 95 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કચ્છ મા 46 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકામાં 11 હજાર, જામનગરમાં 9 હજાર, જૂનાગઢમાં 4 હજાર, ગિરસોમનાથમાં 1600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર )
ADVERTISEMENT