મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, અલગ-અલગ મુદ્દાઓ પર થશે ચર્ચા

ADVERTISEMENT

Cabinate
Cabinate
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યના અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. જેમાં વરસાદની સ્થિતિ, પાક નુકશાનનો સર્વે તથા લમ્પી વાયરસ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતમાં વિધાસભ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર વધુ સતર્ક બની છે. ગુડ ગવર્નન્સની છાપ ઊભી કરવા સરકાર સતત મથી રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્યના સાંપ્રદ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદની સ્થિત અંગે સમીક્ષા કરવામાં આવશે. રાજ્યના ડેમોની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્યના જળાશયોમાં પાણીની આવક કેટલી છે તથા વરસાદના કારણે ક્યાં કેવી પરિસ્થિતિ છે આ સહિત વરસાદને લગતા અનેક મુદ્દાઓની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

પાકને થયેલા નુકશાન અંગે થશે ચર્ચા
રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોને  પાકમાં  ભારે નુકશાન થયું છે. વરસાદના કારણે થયેલા પાકના  નુકશાન અંગે પણ આજની કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે.

ADVERTISEMENT

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અંગે થશે ચર્ચા
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતના પ્રવાસે અનેક દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના વતન ગુજરાતમાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

લમ્પી વાયરસ મુદ્દે કરવામાં આવશે ચર્ચા
ગુજરાતમાં  લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે.  લમ્પી વાયરસના કારણે અનેક ગૌવંશના મૃત્યુ થઈ ચૂક્યા છે.  સમગ્ર રાજ્યમાં પશુઓની અંદર લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે લમ્પી વાયરસની વર્તમાન સ્થિતિ અંગે પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ પશુઓને લમ્પી વાયરસથી બચાવવા શું ઉપાયો કરવા તથા પશુઓમાં  વેકસીનેશન અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT