CA નું ફાઇનલ રિઝલ્ટ જાહેર, અમદાવાદનો અક્ષય જૈન સમગ્ર દેશમાં પ્રથમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : સમગ્ર દેશમાં CA ની પરિક્ષા લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા દેશની અત્યંત પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પૈકીની એક માનવામાં આવે છે. ખુબ જ અઘરી ગણાતી આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ બેસતા હોય છે. જો કે કેટલાક જુજ વિદ્યાર્થીઓ જ તેમાં પાસ થઇ શકતા હોય છે. તેવામાં આજે 2023 માં લેવાયેલી સીએની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

અમદાવાદનો વિદ્યાર્થી અક્ષય જૈન સમગ્ર દેશના વિદ્યાર્થીઓને પછાડીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. મે 2023 માં લેવાયેલી આ પરીક્ષામાં અક્ષય રમેશભાઇ જૈને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેણે 800 માંથી 616 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા નંબરે ચેન્નાઇનો કલ્પેશ જૈન રહ્યો હતો. જેણે 603 માર્ક પ્રાપ્ત કર્યા છે. નવી દિલ્હીના પ્રકાશ પ્રકાશ વાર્ષનેય ત્રીજા ક્રમાંતે રહ્યો હતો. તેણે 574 પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT