'મને ફોન કરે આપણે કોઈ રસ્તો કાઢીશું', C R પાટીલે જવાહર ચાવડાની નારાજગીને લઈ કરી ટકોર

ADVERTISEMENT

Loksabha Election 2024
પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નારાજ?
social share
google news

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીની જાહેરાત હવે કોઈ પણ સમયે થઈ શકે છે. એવામાં તમામ રાજકીય પક્ષો જીતવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપની કેટલી સભાઓમાં પૂર્વ ધારાસભ્ય અને રાજકારણનું  મોટું માથું ગણાતા જવાહર ચાવડા (Jawahar Chawda) ગેરહાજર જોવા મળી રહ્યા છે. જેને લઈ રાજકીય ખેમમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે તેઓ ભાજપ પાર્ટીથી નારાજ હોવાના કારણે પ્રચારમાં  અને સભાઓમાં દેખાય રહ્યા નથી. જેને લઈ આજે C r patil એ એવી વાત કરી તે ચર્ચામાં આવી છે. 

C R પાટીલે કરી જવાહર ચાવડાની અનુપસ્થિતિ અંગે કરી ટકોર

આજે ગુજરાત ભાજપ પ્રમુખ C R પાટીલે જૂનાગઢમાં એક સભાને સંબોધી હતી. આ દરમિયાન જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની નારાજગી વિશે પાટિલ જાહેર સભામાં બોલતા જોવા મળ્યા હતા. સભા દરમિયાન પાટીલે કહ્યું કે, કોઈ કાર્યકર્તા નારાજ ન રહે, જિલ્લા પ્રમુખ ને કહી દઉં છું કે જે કોઈ નારાજ હોય એ મને ફોન કરે આપણે કોઈ રસ્તો કાઢીશું પણ નારાજ ન રહે. ઘરની બહાર નીકળે અને બહુમતીથી જીતવામાં સાથ આપે. આ સીધો ઇસરો જવાહર ચાવડા (Jawahar Chawda) તરફ હોય તેવું લાગી રહ્યું છે. 

કોણ છે જવાહર ચાવડા?

જવાહર ચાવડા (Jawahar Chawda) એક દિગ્ગજ અને મોટું માથું ધરાવતા રાજકારણી છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણાવદરમાંથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા તરીકે લોકોની સેવા આપી હતી. જવાહર ચાવડા સૌથી નાની વયે એટલે કે 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. આજે પણ તેઓ નાની ઉંમરના તેજસ્વી ધારાસભ્ય પૈકી એક ગણાય છે.2019માં તેમણે પક્ષ પલટો કર્યો અને ભાજપમાં જોડાતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જે બાદ પેટા ચૂંટણી યોજાતા અરવિંદ લાડાણીને 10 હજાર મતથી હરાવ્યા હતા. ત્યાર બાદ જવાહર ચાવડા કેબિનેટ મંત્રી પણ બન્યા હતા. 

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટ: ભાર્ગવીબેન જોશી, જૂનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT