ઓછા મતદાન અંગે? સી આર પાટીલે જાણો શું જવાબ આપ્યો
નર્મદાઃ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ આજે શનિવારે અચાનક છોટા ઉદેપુર આવ્યા હતા જ્યાં ભાજપ નેતાઓ સાથે તેઓ મળ્યા હતા. મતદાન પહેલા સી…
ADVERTISEMENT
નર્મદાઃ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ આજે શનિવારે અચાનક છોટા ઉદેપુર આવ્યા હતા જ્યાં ભાજપ નેતાઓ સાથે તેઓ મળ્યા હતા. મતદાન પહેલા સી આર પાટીલે અચાનક લીધેલી મુલાકાતથી અહીં સ્થાનીક નેતાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. જોકે સી આર પાટીલ હમણાં કેટલાક સમયથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરી રહ્યા છે. થોડા જ દિવસો પહેલા તેમણે અરવલ્લીમાં પણ મુલાકાત કરી હતી. જોકે છોટાઉદેપુરમાં તેમણે કરેલી મુલાકાત વખતે તેમને પુછવામાં આવ્યું હતું ત્યારે તેમણે ઓછા મતદાન પાછળ ભાજપની શું સ્થિતિ છે તો તેમણે કહ્યું કે 10 લાખ વોટથી વધુ મતદાન થયું છે. હું ચૂંટણીને લઈને અહીં આવ્યો છું.
પાટીલની સરપ્રાઈઝ વિઝિટથી સ્થાનિક નેતાગીરી અચંબિત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓના પ્રથમ તબક્કાના મતદાન પછી 89 બેઠકો પર ઉમેદવારોના ભાવી હવે ઈવીએમ મશીનમાં કેદ છે. આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને તેમાં 93 બેઠકોના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થવાના છે. ઉપરાંત આગામી 8 ડિસેમ્બરે જ્યારે પરિણામોની જાહેરાત થશે ત્યારે કયા ઉમેદવારને જન સમર્થન મળ્યું કોને મળ્યો જાકારો તે નક્કી થઈ જશે. તે દરમિયાનમાં હવે જ્યારે બીજા તબક્કાનું મતદાન થવાને કલાકો બાકી છે તે પહેલા રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરીને મતદારોને આકર્ષી રહી છે. ચૂંટણીની કામગીરીને લઈને અચાનક સી આર પાટીલ છોટાઉદેપુરમાં ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરે છે. અહીં તેમની સરપ્રાઈઝ વિઝિટે સ્થાનીક નેતાગીરીને અચંબિત કરી નાખી હતી.
કેટલી સીટ આવશે તે હું 8મીએ કહીશઃ પાટીલ
સી આર પાટીલે અહીં છોટાઉદેપુરની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, મતદાન ઓછું થયું કે 10 લાખ વોટ વધુ થયા છે. કેટલી સીટ ભાજપની આવશે તેના પર હું હાલ નહીં પરંતુ 8મી તારીખે જવાબ આપીશ. ચૂંટણીને લઈને હું અહીંયા આવ્યો છું.
(વીથ ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT
ADVERTISEMENT