ગુજરાત ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા ભાજપના 12 દિગ્ગજ નેતાઓ સસ્પેન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપની ઉચ્ચ નેતાગીરી દ્વારા પાર્ટી સાથે દગો કરનારા નેતાઓ પર પાર્ટીમાંથી સસ્પેન્શનના પગલા લેવાયા છે. ગુજરાત ભાજપ દ્વારા 12 દિગ્ગજ નેતાઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અંગે ભાજપે જાહેર કર્યું છે કે બીજા તબક્કાની ચૂંટણીમાં પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોની સામે આ નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેના કારણે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કોણ કોણ થયું સસ્પેન્ડ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના આદેશથી તાત્કાલીક અસરથી હાલની ચૂંટણી દરમિયાન ભાજપે જાહેર કરેલા નેતાઓની સામે ભાજપના જ નેતાઓએ પાર્ટીની સામે લાલ આંખ કરીને અપક્ષ ઉમેદવારી કરી છે તેવા નેતાઓને તુરંત સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આ નેતાઓમાં વડોદરા જિલ્લાના પાદરા બેઠક પરના દિનુ પટેલ, વાઘોડિયા બેઠકના મધુ શ્રીવાસ્તવ, સાવલી બેઠકના કુલદિપસિંહ રાઉલ, પંચમહાલની શહેરા બેઠકના ખતુભાઈ પગી, મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠકના એસ એમ ખાંટ અને જે પી પટેલ, આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પરના રમેશ ઝાલા, ખંભાત બેઠકના અમરીશ ઝાલા, અરવલ્લીની બાયડ બેઠકના ધવલસિંહ ઝાલા, મહેસાણાની ખેરાલુ બેઠકના રામસિંહ ઠાકોર, બનાસકાંઠાની ધાનેરા બેઠકના માવજી દેસાઈ અને ડિસા બેઠકના લેબજી ઠાકોરનો સમાવેશ થાય છે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT