અંગત જગ્યાએ ઇજાઓ પહોંચાડીને મિત્રોને વીડિયો કોલ કરીને દેખાડતો પણ પછી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરમાં પતિ-પત્ની વચ્ચે વિવાદોના કિસ્સા અવાર નવાસ સામે આવતા રહે છે. જો કે કેટલાક કિસ્સાઓ તો ખુબ જ ચોંકાવનારા હોય છે. આવો જ એક રાક્ષસી ક્રૂરતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિ પોતાના મિત્રોને દેખાડવા માટે પત્નીને ઢોર માર મારતો હતો. ત્યાર બાદ વીડિયો કોલ કરીને પોતાના મિત્રોને પોતાની બહાદુરીના કિસ્સા દેખાડતો હતો. ફિલ્મોમાં દેખાડે તે પ્રકારે માર મારતો હતો. જેથી પત્નીએ કંટાળીને હવે ખાડીયા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.

અગાઉ વિકૃત હરકતોથી કંટાળી પત્ની પીયર ગઇ હતી
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર એક મહિલાના લગ્ન સામાજીક પ્રથા અનુસાર થયા હતા. તે પોતાના પતિ સાથે રહેવા લાગી હતી. જો કે પતિએ ધીરે ધીરે વિચિત્ર હરકતો શરૂ કરી હતી. તે શારીરિક અડપલા શરૂ કર્યા હતા. આ વિચિત્ર અડપલાથી યુવતી હેબતાઇ ગઇ હતી. જો કે થોડો સમય તેણે સહન કર્યું ત્યાર બાદ પોતાના પિયરે જતી રહી હતી. જો કે પોતાના બાળકનો વિચાર આવતા તે હેબતાઇ ગઇ હતી.

પત્નીને ઢોર માર મારીને મિત્રોને વીડિયો કોલ કરતો હતો
મહિલાએ પોતાના બાળકનો વિચાર કરતા જ પોતે ફરી એકવાર પતિ પાસે આવી ગઇ હતી. પતિ સાથે રહેવા લાગી હતી. જો કે મહિલાની મજબુરી જોઇને પતિ વધારે કૃત્યો શરૂ કર્યા હતા. પત્નીને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. ઢોરમાર માર્યા બાદ તેની ઇજાના નિશાનો મિત્રોને દેખાડતો હતો. વિકૃત આનંદ લેતો હતો. મિત્રો પણ બેશરમ બનીને યુવકને સમજાવવાના બદલે અંગત જગ્યાએ પણ ઇજાઓ કરવા ઉશ્કેરતા અથવા તો તે દેખાડવા માટે કહેતા હતા. જેથી કંટાળેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT