ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં બસ,રેલવે અને એરપોર્ટ,શાળા-કોલેજો બંધ
બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મોટા ભાગના વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવા માટે કલેક્ટરો દ્વારા આદેશ…
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મોટા ભાગના વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવા માટે કલેક્ટરો દ્વારા આદેશ કરી દેવાયા છે. બિપોરજોયના કારણે રાજ્યનું મોટા ભાગનું તંત્ર લગભગ ખોરવાઇ ચુક્યું છે.
સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં જતી એસટી બસ, રેલવે સેવા અને એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી આદેશ સુધી જળ,સ્થળ અને હવા તમામ માધ્યમો બંધ રહેશે. અનેક ડેપો દ્વારા પોતાની બસના રૂટ રદ્દ કરાયા છે અથવા તો ટુંકાવી દેવામાં આવ્યા છે. રેલવેને પણ શોર્ટ ટર્મિનલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં તમામ એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
બીજી તરફ કચ્છા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગદ્વારા વાવાઝોડાની અસરના પગલે મુન્દ્રા,કંડલા સહિતના પોર્ટમાં જતા કે કચ્છ અને બિપોરજોયના અસરગ્રસ્ત વિસ્તારોમાં જતા તમામ ટ્રકના પૈડા થંભી ચુક્યા છે. કચ્છ, દ્વારકા અને જામનગર જિલ્લાઓનું તો સંપુર્ણ તંત્ર જ અટકી ચુક્યું છે. ટ્રકના માલિકો દ્વારા તમામ ટ્રાન્સપોર્ટેશન બધ કરીને ડ્રાઇવર્સને પણ સુરક્ષીત સ્થળે ખસી જવા માટે જણાવી દેવાયું છે.
ADVERTISEMENT
બીજી તરફ ગુજરાતના મોટા ભાગના પ્રસિદ્ધ યાત્રાધામો બંધ રહેશે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને રાખીને સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના મોટા તમામ તિર્થસ્થળોને 1 અથવા તો 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય તમામ ધાર્મિક સ્થળોના ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. આ ઉપરાંત જે લોકો આવી ચુક્યા છે તેમની વ્યવસ્થા પણ અલગ અળગ ટ્રસ્ટો દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT