હિંમતનગરમાં આખલા દિવાલ-દરવાજો તોડી ઘરમાં ઘુસી ગયા, બચવા માટે પિતાએ બાળકોને માળિયે ચડાવી દીધા
સાબરકાંઠા: રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. છાસવારે રસ્તે જતા વાહન ચાલકો અને રાહદારીઓને રખડતા ઢોરની અડફેટે લેવાની ઘટનાઓ સામે આવી રહી…
ADVERTISEMENT
સાબરકાંઠા: રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. છાસવારે રસ્તે જતા વાહન ચાલકો અને રાહદારીઓને રખડતા ઢોરની અડફેટે લેવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હિંમતનગરમાં આખલા યુદ્ધમાં ઘરમાં બેઠેલા પરિવારનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. લડતા લડતા આંખલા ઘરમાં ઘુસી જતા દંપતીએ બાળકોને માળિયામાં બેસાડવા પડ્યા, જ્યારે પોતે પણ રસોડામાં પૂરાવું પડ્યું હતું.
લડતા લડતા આખલા ઘરમાં ઘુસી ગયા
વિગતો મુજબ, હિંમતનગરના ચંદ્રનગરમાં બે આખલાઓ લડતા લડતા એક ઘરની દિવાલ તાડી નાખી અને બાદમાં દરવાજો પણ તોડી નાખ્યો હતો. આ બાદ આખલાઓએ ઘરમાં ઘુસીને આતંક મચાવ્યો હતો. લડતા લડતા આખલાઓ ઘરમાં ઘુસી જતા અંદર બેઠેલા પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પરિણામે પિતાએ બે બાળકોને માળિયામાં ચઢાવી દીધા હતા, જ્યારે પતિ પત્ની પોતે દોડીને રસોડામાં સંતાઈ ગયા હતા. આસપાસમાં રહેતા પાડોશીઓએ લડતા આખલા પર પાણી નાખતા આખરે તેઓ શાંત થયા હતા અને બહાર નીકળ્યા હતા.
અગાઉ જામનગરમાં રખડતા ઢોરનો આતંક હતો
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ જામનગરમાં વોર્ડ નંબર 1 બેડી વિસ્તારમાં રામ મંદિર ચોક પાસે રખડતાં પશુએ વૃદ્ધને અડફેટે લીધા હતા. વૃદ્ધ ઓટલે બેઠા હતા આ દરમિયાન ત્યાંથી નીકળતી ગાય અચાનક આવી અને તેમને શીંગડે ભરાવ્યા હતા. સામે વૃદ્ધ પોતાનો બચાવ કરતા જતા ગાયના શીંગડા પકડી રાખે છે, છતાં તેમને મોઢા પર શીંગડું વાગી જતા ઈજા પહોંચી હતી.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)
ADVERTISEMENT
ADVERTISEMENT