VIDEO: જેતપુરના લોકમેળામાં ઘુસી ગયેલા આખલાએ આતંક મચાવ્યો, જીવ બચાવવા લોકોમાં મચી નાસભાગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જેતપુર: રખડતા ઢોરની સમસ્યા રાજ્યભરમાં દિવસેને દિવસે સતત વધી રહી છે. શનિવારે રાજકોટના જેતપુરમાં સાતમ-આઠમના મેળામાં રખડતા ઢોરના કારણે ભારે અફરાતફરી મચી ગઈ. મેળામાં ઘુસી ગયેલા આખલાએ અનેક લોકોને અડફેટે લીધા હતા. જેના કારણે મેળામાં તહેવારની મજા માણવા માટે આવેલા લોકોમાં દોડા દોડ થઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આખલાએ અનેક લોકોને અડફેટે લીધા
ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની રહી છે. આડે દિવસે રસ્તા પર રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે જેતપુરમાં લોકમેળામાં આખલો ઘુસી જતા જીવ બચાવવા લોકો આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યા હતા. ભાગદોડમાં એક નાનો બાળક માતા-પિતાથી વિખૂટો પડી ગયો હતો. બીજી તરફ મેળાની મજા માણવા આવેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા. ત્યારે જો આ ભાગદોડની ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેનું જવાબદાર કોણ હોત તે સવાલ અહીં ઉઠી રહ્યો છે. જેતપુરમાં પણ રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા ગંભીર મુદ્દો છે. એવામાં આ ઘટના બાદ પણ તંત્ર મૌન છે.

ADVERTISEMENT

તાજેતરમાં નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા
નોંધનીય છે કે, તાજેતરમાં જ કડીમાં પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલેને તિરંગા યાત્રામાં ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેમને ઢીંચણમાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અમદાવાદમાં પણ રખડતી ગાય સાથે એક બાઈક સવારનો અકસ્માત થયો હતો. જે બાદ તે નીચે પડી જતા ટ્રકે તેને કચડી નાખ્યો હતો.

(વિથ ઈનપુટ: નિલેશ શિશાંગિયા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT