હરામીનાળા નજીક BSF નો સફાયો, 3 પાકિસ્તાની ઝડપાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ: ગુજરાતના દરિયા કિનારેથી પાકિસ્તાની માછીમારોની અવરજવર વધી રહી છે.  આ મામલે દરિયા કિનારે સતત પેટ્રોલિંગ વધી રહ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન  બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યાં છે.

કચ્છ જીલ્લામાં ભુજ BSF દ્વારા રાતોરાત હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં તા. 12 ડિસેમ્બર 2022ની સવારે હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની માછીમારોને પકડી પાડવામાં આવ્યા છે. 11 ડિસેમ્બરના રોજ BSFના પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની હિલચાલ જણાતા એલર્ટ BSFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બોટને કબજે કરી હતી. પરંતુ BSFને પોતાની તરફ આવતા જોઈ માછીમારો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગવા લાગ્યા હતા.

ત્રણ પાકિસ્તાની ઝડપાયા
મુશ્કેલ અને પડકારરૂપ ભેજવાળી જમીન તેમજ રાત્રિના કારણે મર્યાદિત દૃશ્યતા હોવા છતાં BSFએ તેમનો પીછો કરી અલી અસગર, જાન મોહમ્મદ, બિલાલબલ નામના 3 પાકિસ્તાની માછીમારોને પકડી લીધા હતા. જેમાં અલી અસગર અગાઉ પણ 2017માં BSF દ્વારા પકડાયો હતો, અને 1 વર્ષ સુધી ભુજ જેલમાં રહ્યો હતો, અને બાદમાં અટારી વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન પરત ફર્યો હતો. માછીમારોની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ માત્ર માછીમારી કરવા માટે આવ્યા હતા.

ADVERTISEMENT

બે મહિનામાં બન્યો બીજો બનાવ
છેલ્લા બે મહિનામાં બીજો બનાવ છે. જેમાં પાકિસ્તાનથી આવેલા માછીમારો કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી ઝડપાયા હોય.

પકડાયેલા માછીમારોની વિગતો-

ADVERTISEMENT

1) અલી અસગર
2) જાન મોહમ્મદ
3) બિલાલબલ
તમામ પાકિસ્તાનના ઝીરો પોઈન્ટ ગામના રહેવાસી છે.

ADVERTISEMENT

એક માછીમાર ફરીથી ઝડપાયો
અલી અસગર અગાઉ પણ 2017માં બીએસએફ દ્વારા પકડાયો હતો અને એક વર્ષ સુધી ભુજની જેલમાં રહ્યો હતો અને બાદમાં અટારી વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન પાછો ગયો હતો.

માછલીઓની લાલચ
માછીમારોની પ્રાથમિક તપાસ દરમિયાન તેઓએ જણાવ્યું કે તેઓ માછલીઓની લાલચમાં માછલીઓ પકડવા ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા અને માછીમારી કરવી એ તેમની આજીવિકા છે અને આવકનો મુખ્ય સ્ત્રોત છે.

    follow whatsapp

    ADVERTISEMENT