રાજ્યમાં નશાનો કાળો કારોબાર અટકાવવા માટે BSF હંમેશા તત્પર, કચ્છની સુરક્ષાની કરાઈ સમીક્ષા
કૌશિક કાંઠેચા,કચ્છઃ ગુજરાતની બોર્ડર સંવેદનશીલ માનવામાં આવે છે. ઘણા પ્રકારના પ્રયત્નો દુશ્મનો દ્વારા કરવામાં આવતા હોય છે ભારતમાં ઘૂષણખોરી માટે અને અનેક પ્રયાસો કરવામાં આવતા…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા,કચ્છઃ ગુજરાતની બોર્ડર સંવેદનશીલ માનવામાં આવે છે. ઘણા પ્રકારના પ્રયત્નો દુશ્મનો દ્વારા કરવામાં આવતા હોય છે ભારતમાં ઘૂષણખોરી માટે અને અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે સીમાની સુરક્ષા અને નાગરિકોની સલામતી સેનાની પ્રાથમિકતા રહેતી હોય છે.BSF ગુજરાતના ફ્રંટિયર IG કચ્છની મુલાકાતે આવ્યા હતા. ત્રણ દિવસનો તેમનો આ પ્રવાસ રહેશે.
BSF કોઈપણ સ્થિતિમાં સુરક્ષા માટે તત્પર
BSF ગુજરાતના ફ્રંટિયર IG કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. ત્રણ દિવસનો તેમનો પ્રવાસ રહેશે. BSF ગુજરાતના ફ્રંટિયર IG કચ્છ રવિ ગાંધી કચ્છની બોર્ડર પર ત્રણ દિવસની મુલાકાત દરમિયાન સુરક્ષાની સમીક્ષા કરી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, BSF કોઈપણ સ્થિતિમાં બોર્ડરની સુરક્ષા માટે તત્પર છે અને સરકારનો પણ પ્રયાસ છે કે સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવે અને તેમા વધારો પણ કરવામાં આવે. સરહદ પરથી ડ્રગ્સ જેવા નશાના કાળા કારોબારની ઘૂષણખોરી રોકવા માટે BSF સતત સક્રિય ભૂમિકામાં છે. કચ્છના તટીય વિસ્તાર અને ક્રીક બોર્ડર જેવા વિસ્તારોમાં પણ સતત પેટ્રોલિંગ BSF દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ BSF હંમેશા સરહદની સુરક્ષા માટે પ્રતિબદ્ધ પણ છે.
ડ્રગ્સ જપ્ત કરવાના અનેક ઓપરેશન સફળ
BSFના ગુજરાત ફ્રન્ટિયર IG રવિ ગાંધીએ ગુજરાતની સંવેદનશીલ સરહદની મુલાકાત લઈ સમીક્ષા કરી અને સાથે જ બોર્ડર પર ચાલી રહેલા વાડ અને રસ્તાના નિર્માણ કાર્યની સમીક્ષા પણ કરી. નોંધનિય છે કે કચ્છના ક્રીક બોર્ડર વિસ્તારમાં કપરી પરિસ્થિતિમાં પણ BSFની સતર્કતાને કારણે નાપાક ઘૂસણખોરી અટકાવી શકાઈ છે. આ સાથે જ દરિયાઈ સીમામાં BSF દ્વારા ડ્રગ્સ જપ્ત કરવાના અનેક ઓપરેશનો પણ સફળ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT