BRTS બસ સર્વિસ બનશે હાઇટેક, પેટનું પાણી પણ ન હલે તે પ્રકારે થશે સંચાલન
અમદાવાદ : શહેરમાં જાહેર પરિવહન ક્ષેત્રે હાલ AMTS,BRTS અને મેટ્રો જેવા અનેક સંસાધન છે. જો કે અમદાવાદની સૌથી જુની સાથી AMTS છે. AMTSનો વ્યાપ શહેરના…
ADVERTISEMENT
અમદાવાદ : શહેરમાં જાહેર પરિવહન ક્ષેત્રે હાલ AMTS,BRTS અને મેટ્રો જેવા અનેક સંસાધન છે. જો કે અમદાવાદની સૌથી જુની સાથી AMTS છે. AMTSનો વ્યાપ શહેરના દરેકે દરેક ખુણે છે. જેના કારણે એએમટીએસની લોકપ્રિયતા પણ ખુબ જ વધારે છે. જોકે AMTSના વધતાં ધાંધિયાંથી અનેક પેસેન્જરો BRTS તરફ પણ વળ્યા છે. BRTS બસ સર્વિસને તેની ઝડપ, નિયમિતતા અને સ્વચ્છતાના મામલે જાણીતી છે. જેના કારણે ટુંકા ગાળામાં જ લોકો વચ્ચે તેનો વ્યાપ વધ્યો છે. જેથી બીઆરટીએસ સર્વિસને વધુને વધુ પેસેન્જરલક્ષી બનાવવાની દિશામાં નવા પગલા ઉઠાવાઇ રહ્યા છે. જેનાં પરિણામે BRTSનાં વધુ છ બસ સ્ટેશનનાં ડોકિંગ એરિયાને આરસીસીના બનાવવાની કાર્યવાહી આરંભી દેવાઇ છે.
મધ્યમવર્ગ માટે તેમના નોકરી-ધંધાના સ્થળે જવા માટે AMTS સસ્તો અને ઘરની નજીકમાં મળી રહેતો વિકલ્પ છે, જો કે આ બસ સર્વિસમાં રોજે રોજનાં ધાંધિયાં હોઈ નોકરી-ધંધાનો સમય સાચવવા આજે દૈનિક બે લાખથી વધુ પેસેન્જર્સ BRTS પકડતા થયા છે. BRTSએ પણ લોકોનાં દિલમાં જાહેર પરિવહન સેવા ક્ષેત્રે મહત્ત્વનું સ્થાન મેળવી લીધું છે. BRTSનો ઉપયોગ કરી રહ્યા છે. રાત્રે AMTS બસ સર્વિસનાં ધાંધિયાં વધી ગયાં હોવાનાં કારણે પણ BRTS પેસેન્જર્સમાં વધુ વિશ્વસનીય બની છે.
ગત ઓક્ટોબર મહિનાથી લોકો માટે મેટ્રો ટ્રેનનો ત્રીજો વિકલ્પ પણ ઉપલબ્ધ થયો છે. જોકે મેટ્રો ટ્રેન પણ રાતના આઠ વાગ્યા પછી મળતી નથી એટલે BRTSની ફાસ્ટ સર્વિસ પેસેન્જર્સમાં વખણાતી જાય છે. જો કે મેટ્રોનું સંચાલન પણ રાત્રે 12 વાગ્યા સુધી કરવા માટે માંગ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
BRTS બસ સ્ટેશનનાં ડોકિંગ એરિયાનો રોડ ડામરનો બનેલો હોઈ તેને સમય જતાં ઘસારો લાગે છે. BRTS બસનાં તોતિંગ પેંડાંની સતત અવરજવરના કારણે ડોકિંગ એરિયાના રોડ અમુક વાર બેસી જાય છે. આના કારણે BRTS તેનાં સ્ટેશને પહોંચે ત્યારે બસમાં બેસેલા પેસેન્જર્સને નબળા પડેલા રોડના કારણે નાના-મોટા આંચકા લાગે છે. સવાર-સાંજના પિક અવર્સ વખતે પેસેન્જર્સની ભારે ભીડમાં ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ભારે પરેશાનીમાં મુકાઈ જાય છે. જેના કારણે આ સમગ્ર વિસ્તારને આરસીસી બનાવવા માટેની તૈયારી ચાલી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્રોજેક્ટ હેઠળ વધુ છ બસ સ્ટેશનને આવરી લેવામાં આવશે. અખબારનગર, ભાવસાર હોસ્ટેલ, મેમનગર, વાળીનાથ ચોક, ઝાંસી કી રાની અને ચંદ્રનગર બસ સ્ટેશન એમ કુલ છ બસ સ્ટેશનના ડોકિંગ એરિયાને આરસીસીનો બનાવવા માટે તંત્ર દ્વારા રૂ. 1.50 કરોડ મંજૂર કરાયા છે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય તો તમામ સ્ટેશનોને આરસીસી બનાવી દેવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT