બોલો નિવૃત્તિ પછી પણ તલાટી લેતો હતો લાંચઃ ડીસામાં ઈન્ચાર્જ સર્કલ ઓફિસર પણ પકડાયો
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ માણસની લાલસાનો અંત ક્યારે? તમે આ પુછો તો તેનો જવાબ જાતે જ આપી શકો કે ક્યારેય નહીં. બસ આવું જ કાંઈક બનાસકાંઠામાં ઘટ્યું…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ માણસની લાલસાનો અંત ક્યારે? તમે આ પુછો તો તેનો જવાબ જાતે જ આપી શકો કે ક્યારેય નહીં. બસ આવું જ કાંઈક બનાસકાંઠામાં ઘટ્યું છે. અહીં એક સરકારી અમલદાર નોકરીની નિવૃત્તિ પછી પણ હાથ કાળા કરતા ઝડપાયા છે. તો સામે સવાલ એ પણ થાય કે નોકરી ચાલુ હતી ત્યારે શું ના શું કારનામા કર્યા હશે. અહીં એસીબીએ બે શખ્સોને લાંચ લેતા ઝડપ્યા છે જેમાંથી એક નિવૃત્ત તલાટી અને અન્ય એક ઈન્ચાર્જ સર્કલ ઓફિસર હતો.
ભ્રષ્ટાચારને ખતમ કરવાની વાતો વચ્ચે ભ્રષ્ટાચારીઓમાં ભય નહીં
સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી છે. જેને ડામવા રાજ્યના લાંચ-રુશ્વત વિરોધી દળે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરેલો છે. ત્યારે આજે ડીસા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે બનાસકાંઠા એસીબી ટીમે રેડ કરી સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટીને લાંચ લેતા ઝડપી પાડ્યા. આ અંગેની વિગત એવી છે કે, ડીસા મામલતદાર કચેરીમાં આ કામના ફરિયાદીએ પોતાની જમીનમાં વારસાઈ કરવા તેમજ ભાઈઓ ભાગની જમીન જુદી પાડવા તેમજ વારસાઈની તેમજ વેચાણ દસ્તાવેજોની કાચી નોંધો પડાવવા અરજી મુકી હતી. જે નોંધો મંજૂર કરવા માટે ઝેરડાના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર રમેશભાઈ નાનજીભાઈ પ્રજાપતિ દ્વારા રૂ. 18,000ની લાંચ માંગવામાં આવી હતી. જે ફરિયાદી આપવા ઇચ્છતા ન હોવાથી તેઓએ લાંચ વિરોધી દળનો સંપર્ક કર્યો હતો. જે અંતર્ગત એ.સી.બી.બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એસીબી પી.આઈ.એન.એ ચૌધરીએ ટીમ સાથે ડીસાના જનસેવા કેન્દ્ર ખાતે છટકું ગોઠવ્યું હતું. જેમાં ઝેરડા સર્કલ ઓફિસર વતી કચેરીમાં બેસતા નિવૃત તલાટી દશરથલાલ ચુનીલાલ ત્રિવેદીએ રૂ. 18,000ની લાંચ સ્વીકારી તે પૈસા ઈન્ચાર્જ સર્કલ ઓફિસરને આપતા એસીબીએ બંનેને ઝડપી લીધા હતા.
‘કૃષ્ણ-સુદામા જેવું મિલન…’, વાયરલ શાકભાજીવાળાને રાહુલ ગાંધીએ જાતે પીરસ્યુ ભોજન
એસીબી ટીમે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દશરથલાલ ત્રિવેદી અગાઉ ડીસામાં તલાટી તરીકે કામ કરતા હતા. તેઓ નિવૃત્ત થયાના 26 વર્ષ બાદ પણ દરરોજ સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર રૂપી મલાઈ મળતી હોવાથી મોટી ઉંમરે દરરોજ મામલતદાર કચેરીમાં બેસી કામ કરતા હતા. નિવૃત્તિના 26 વર્ષ બાદ પણ તેઓએ ભ્રષ્ટાચાર કરવાનું છોડ્યું ન હતું. જેમાં આજે તેઓને જેલ જવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT