Salangpur Temple News: ‘મારી સહી લઈને જાણ બહાર ફરિયાદી બનાવી દીધો’, સાળંગપુર મંદિરમાં સિક્યોરિટી ગાર્ડનો ચોંકાવનારો ખુલાસો
Salangpur Hanumanji Temple: સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં ભીંત ચિત્રોને લઈને વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ભક્તોની સાથે સાથે સંતો તથા વિવિધ હિન્દુ સંગઠનો વિરોધ કરીને…
ADVERTISEMENT
Salangpur Hanumanji Temple: સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં ભીંત ચિત્રોને લઈને વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ભક્તોની સાથે સાથે સંતો તથા વિવિધ હિન્દુ સંગઠનો વિરોધ કરીને વિવાદિત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે ત્યારે ભીંત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડવાનો પ્રયાસ કરનારા હર્ષદભાઈ ગઢવી સહિતના 3 આરોપીઓની અટકાયત બાદ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તો વિવાદ ઉકેલવા માટે હવે રાજ્ય સરકાર મધ્યસ્થી બનવા જઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે.
વિવાદિત ભીંત ચિત્રો પર તોડફોડ કરનારા આરોપીઓને જામીન
એડવોકેટ આશિષ સોલંકીએ જામીન અંગે કહ્યું કે, ગઈકાલે જામીન અરજી દાખલ કરી અને આજે સુનાવણી હતી. જેમાં ત્રણેય સરકારી વકીલ અને અરજદારના વકીલને સાંભળીને ત્રણેય આરોપીઓને 10-10 હજારના જામીન પર મુક્ત કર્યા છે. FIRમાં કલમ છે, તે તમામ કલમમાં 3 વર્ષથી વધુની સજાની જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચૂકાદા છે તે 7 વર્ષથી ઉપરની સજાની જોગવાઈ હોય તો, આ શરતોનું પાલન કરીને જામીન આપવામાં આવ્યા છે. રેગ્યુલર જામીનમાં રાજ્યની હદ છોડવી નહીં, પાસપોર્ટ જમા કરાવવો અને ફરિયાદ પક્ષને કોઈ ધાકધમકી આપવી નહી શરતે જામીન મળતા હોય છે.
સરકાર હવે વિવાદ ઉકેલવા બનશે મધ્યસ્થી
સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં ભીંત ચિત્રોના વિવાદ મામલે સંતોને સરકારના તેડા આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સ્વામિનારાયણ સંપ્રદાયના 5 જેટલા સંતોને ગાંધીનગરનું તેડું આવ્યું છે અને તેઓ ગાંધીનગર જવા રવાના થઈ ગા છે. જેમાં સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો છે. તમામ ગાંધીનરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બેઠક કર્યા બાદ સીએમ ઓફિસ જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT