GSSSB Clerk Recruitment: જૂનિયર-સિનિયર ક્લાર્કની ભરતીને લઈ મોટા સમાચાર, આ તારીખે યોજાશે પરીક્ષા!
આ ભરતી માટેની પરીક્ષા પ્રક્રિયા એપ્રિલના પ્રથમ સપ્તાહથી શરૂ થશે અને 10 મે સુધી ચાલશે
ADVERTISEMENT
GSSSB Exam Date 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 5200 જગ્યાઓ માટે ભરતી અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ ભરતી માટેની પરીક્ષા પ્રક્રિયા એપ્રિલના પ્રથમ સપ્તાહથી શરૂ થશે અને 10 મે સુધી ચાલશે. આ અંગે ટૂંક સમયમાં મંડળ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી શકે છે. તો સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થી આ સૌથી મોટા સમાચાર છે.
વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે
તમને જણાવી દઈએ કે, ગૌણ સેવા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
4300 નહીં 5200 જગ્યા પર કરવામાં આવશે ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માટે 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરી હતી જેમાં બાદમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા 4300 નહીં 5200 જગ્યા પર કરવામાં આવશે. જુનીયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT