આણંદમાં વંદે ભારત ટ્રેન સાથે ભટકાતા મહિલાનું મોત, શરીરના ચીથડા ઉડી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આણંદમાં વંદે ભારત ટ્રેન સાથે ભટકાતા મહિલાનું મોત નિપજ્યું છે છે. આ ઘટનામાં ગંભીર ઈજાઓને પગલે મહિલાનું મોત નિપજ્યું છે. વૃદ્ધ મહિલા સાથે આ અકસ્માત આણંદના ભાલેજ ઓવરબ્રિજ ખાતે થયો છે. ઘટનાની જાણ થતા આણંદ રેલવે પોલીસ સ્થળ પર દોડી આવી છે અને મહિલાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવાની વિધિ હાથ ધરી છે. સાથે જ પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી રહી છે.

ટ્રેક ઓળંગવો પડ્યો ભારે
આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસેના રેલવે ફાયક પાસે એક વૃદ્ધ મહિલાનું વંદે ભારત ટ્રેન સાથે ભટકાતા મોત નિપજ્યું છે. જોકે આ અકસ્માત છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મહિલાના મૃતદેહને પણ પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ રેલવે પોલીસ ચલાવી રહી છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર દોડી જઈ તપાસની કાર્યવાહી આરંભી હતી. જોકે હાલ મળી રહેલી વિગતો પ્રમાણે રેલવે ફાટક પાસે મહિલા રેલવે ટ્રેક ઓળંગવા જતી હતી ત્યારે ટ્રેન સાથે અકસ્માત થયો હતો અને ટ્રેનની ટક્કર વાગતા મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી જેમાં તેમનું મોત નિપજ્યું હતું. જોકે પોલીસે આ બનાવની વધુ કાર્યવાહી હાથ ધરી છે.


વંદે ભારત ટ્રેન સાથે અકસ્માતમાં માનવીય જીવ ગયાની પહેલી ઘટના
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ત્રણ વખત આ ટ્રેન સાથે ઢોર ભટકાવાની ઘટનાઓ બની ચુકી છે. જેમાં ટ્રેનને તો નુકસાન થયું જ હતું પરંતુ ઢોરો પણ ગંભીર રીતે ઘવાયા હતા. ટ્રેન સાથે અકસ્માત થવાનો આ ચોથો બનાવ છે પરંતુ આ ટ્રેન સાથે અકસ્માતમાં કોઈ માણસનું મૃત્યુ થયું હોય તેવી આ પહેલી ઘટના છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT