BREAKING: કાશ્મીરમાં ITBP જવાનોની બસ નદીમાં ખાબકી, 6 જવાનો શહીદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

શ્રીનગરઃ અમરનાથ યાત્રાની ડ્યૂટીથી પરત ફરતા સમયે ઈન્ડિયા-તિબેત બોર્ડર પોલીસ (ITBP) ના જવાનોની બસનો ગંભીર અકસ્માત થયો હતો. હાલ ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ટીમ પહોંચી ચુકી છે અને રાહત તથા બચાવકાર્ય યુદ્ધના ધોરણે ચલાવાઇ રહ્યું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, જમ્મુ કાશ્મીરના પહલગામ નજીક આ દુર્ઘટના સર્જાઇ છે. આ બસમાં 35 ITBP જવાનો અને 2 જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો હતા.

જમ્મુ કાશ્મીરના ચંદનવાડી (chandanwadi) વિસ્તારમાં મંગળવારે મોટી દુર્ઘટના (itbp vehicle accident) સર્જાઇ. અહીં અમરનાથ યાત્રાએથી પર ફરી રહેલા ITBP જવાનોની બસને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનમાં 6 જવાન શહીદ થયા હતા. જ્યારે અનેક જવાન ઘાયલ થયા હતા. આ તમામ જવાનોને એરલિફ્ટ કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

ADVERTISEMENT

આઇટીબીપીના જવાનોને લઇ જઇ રહેલી બસ ચંદનવાડીથી પહેલગામ જઇ રહી હતી. ત્યારે અચાનક જ બસની બ્રેક ફેલ થઇ જવાના કારણે બસ ખાઇમાં ખાબકી હતી. આ બસમાં કુલ 39 જવાનો બેઠેલા હતા. તેમાંથી 37 જવાન ITBPના હતા. જ્યારે 2 જવાન જમ્મુ કાશ્મીર પોલીસનાં પણ હતા.

ચંદનવાડી પહલગામથી 16 કિલોમીટર દુર છે. હાલમાં જ અમરનાથ યાત્રા પુર્ણ થઇચુકી છે. જેના કારણે તેની ડ્યુટીમાં રહેલા સુરક્ષાદળનાં જવાનો પોતપોતાની ટુકડીઓમાં પરત ફરી રહ્યા હતા. આ જવાનો પણ ડ્યુટી પરથી પોતાની બટાલિયનમાં જઇ રહ્યા હતા. ત્યારે જ બ્રેક ફેઇલ થવાનાં કારણે બસ ખાઇમાં ખાબકી હતી. બસ ખુબ જ ઉંડી ખીણમાં નીચે નદી કિનારે ખાઇમાં ખાબકી છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર 6 જવાનો શહીદ થયા છે. ઘાયલ જવાનોને હાલ એરલિફ્ટ કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે.

ADVERTISEMENT

ગંભીર અકસ્માતની તસવીરો.. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT