BREAKING: પ્રદીપસિંહ વાઘેલાના વનવાસ પર મોટો ખુલાસો, 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હતું!
ગાંધીનગર: ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના કથિત કૌભાડમાં રાજીનામું માગી લેવાની ચર્ચાને આખરે સમર્થન મળ્યું છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ચાલતી પ્રદીપસિંહના રાજીનામાની ચર્ચા વચ્ચે…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના કથિત કૌભાડમાં રાજીનામું માગી લેવાની ચર્ચાને આખરે સમર્થન મળ્યું છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ચાલતી પ્રદીપસિંહના રાજીનામાની ચર્ચા વચ્ચે તેમણે 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દિધું હોવાનું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે આ વિશે ખુલાસો કર્યો હતો.
પ્રદીપસિંહ વાઘેલાએ શું કહ્યું?
ખાનગી ચેનલ સાથે વાત કરતા પ્રદિપસિંહ વાઘેલાએ પોતે પાર્ટી અધ્યક્ષના કહેવા પર 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું હતું. જોકે તેમના રાજીનામાના સ્વીકાર અંગે હજુ પાર્ટી તરફથો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, મેં માત્ર જવાબદારી છોડી છે, હું પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું અને મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. હું આ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. કલમમમાં પ્રવેશ ઉપર પ્રતિબંધની વાત સદંતર ખોટી છે. મારી સામે પણ પત્રિકા યુદ્ધ ચાલે છે.
જમીન કૌભાંડમાં સપડાયા હોવાનો આક્ષેપ
નોંધનીય છે કે, શુક્રવારે પ્રદીપસિંહ વાઘેલાને પાર્ટીએ ફરજિયાત વનવાસે મોકલી દેવાનો નિર્ણય લીધો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. જો કે આ અંગે GujaratTak એ તપાસ કરતા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ ગુજરાતનાં એક મોટા જમીન કૌભાંડમાં સપડાયા છે. જેની ફરિયાદ છેક PMO સુધી થતા પાર્ટીએ પ્રદીપસિંહને ફરજિયાત વનવાસે મોકલી દેવાના આદેશ છુટ્યા હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સૂરતમાં જે પેનડ્રાઇવ વહેંચવામાં આવી અને પોલીસ રાજુ સોંલકીનું ઇન્વેસ્ટીગેશન કરી રહી છે તે કેસમાં પણ પ્રદિપસિંહનું નામ શંકાના ઘેરામાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT