સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિ.ની સેનેટની ચૂંટણીમાં ABVP અને AAPની વિદ્યાર્થી પાંખ વચ્ચે મારામારી
સુરત: દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી સેનેટની ચૂંટણીમાં આજે ભારે હોબાળો થયો હતો. ચૂંટણીમાં બોગસ વોટિંગ થતું હોવાની ચર્ચાને લઈને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ…
ADVERTISEMENT
સુરત: દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી સેનેટની ચૂંટણીમાં આજે ભારે હોબાળો થયો હતો. ચૂંટણીમાં બોગસ વોટિંગ થતું હોવાની ચર્ચાને લઈને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS તથા ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. મામલે બિચકતા પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
કોલેજમાં બોગત મતદાનની ચર્ચાએ બબાલ
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં પહેલીવાર ત્રીપાંખીયો જંગ ખેલાયો છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની વિદ્યાર્થી પાંખની સાથે આપની વિદ્યાર્થી પાંખના ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. એવામાં ધારૂકા કોલેજ ખાતે ચૂંટણીમાં મતદાન દરમિયાન હોબાળો થયો હતો. કોલેજમાં બોગસ મતદાન થતું હોવાની ચર્ચાને લઈને આપના સમર્થકની ટીમ પણ ત્યાં પહોંચતા ABVPના કાર્યકરો સાથે પોલીસની હાજરીમાં જ રીતસર છુટ્ટા હાથની મારામારી બંને પક્ષોમાં થઈ હતી. કોલેજના કેમ્પસમાં જ મારામારી થતા વાતાવરણ થોડા સમય માટે ઉગ્ર બની ગયું હતું. જ્યારે પોલીસે અહીં પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય વાતાવરણ ગર્માયું છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તથા કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ઉતરવાની છે. ચૂંટણીને લઈને તમામ પાર્ટીના રાજનેતાઓ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પહેલીવાર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડવા ઉતરી રહેલી આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં છે. સુરતમાં નગરપાલિકાની ચૂંટણીમાં જીત બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. એક બાદ એક દિલ્હીથી નેતાઓ પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના ત્રીપાંખીયા જંગમાં આગામી સમયમાં કોને ફાયદો થશે જોવાનું રહેશે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT
ADVERTISEMENT